Heart Rate મોનિટર સાથે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે આ Smartphone! આ Mobile રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

અત્યાર સુધી તમે અનેક સ્માર્ટફોન જોયા હશે, પણ આ ફોન છે સૌથી અલગ. કોરોના કાળમાં રદયના ધબકારા માપવા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. ત્યારે આ ફોન રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

Heart Rate મોનિટર સાથે ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે આ Smartphone! આ Mobile રાખશે તમારા હાર્ટનું ધ્યાન!

નવી દિલ્લીઃ Realme 9 Pro સિરીઝનું લોન્ચિંગ ભારતમાં ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. એવી અપેક્ષા છે કે Realme 9 Pro શ્રેણી ભારતમાં આવતા સપ્તાહમાં રજૂ કરવામાં આવશે. લોન્ચ કરતા પહેલા, Realme 9 Pro સિરીઝના ઘણા ફીચર્સ વિશે માહિતી મળી છે. Realme Indiaના મેનેજિંગ ડિરેક્ટર માધવ સેઠે ટ્વીટ કરી કહ્યું કે Realme 9 Pro+માં ઈનબિલ્ટ હાર્ટ રેટ સેન્સર મળશે, એટલે કે, તમે ફોન સાથે આવતા ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સરની મદદથી હાર્ટ રેટ ચેક કરી શક્શો, જોકે તે સ્પષ્ટ નથી. તે હાર્ટ રેટ સેન્સર ફક્ત Realme 9 Pro + સાથે ઉપલબ્ધ હશે અથવા આ શ્રેણીના અન્ય ફોનમાં પણ ઉપલબ્ધ હશે.

No description available.
માધવ સેઠે ફોન સાથે આવતા હાર્ટ રેટ સેન્સરનો વીડિયો પણ શેર કર્યો છે. આ ઉપરાંત, એ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે Realme 9 Pro+ MediaTek Dimensity 920 પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે, જે 5Gને સપોર્ટ કરશે.

 

— Madhav Sheth (@MadhavSheth1) February 1, 2022


Realme 9 Pro+ના સંભવિત સ્પેસિફિકેશન-
મળતી માહિતી મુજબ Realme 9 Pro+માં 6.43 ઈંચની ફુલ HD+ સુપર એમોલેડ ડિસ્પ્લે મળશે, જેની રિફ્રેશ રેટ 90Hz હશે. ફોનમાં Mediatek Dimensity 920 પ્રોસેસર સાથે 8GB રેમ અને 256GBની સ્ટોરેજ મળશે.  
ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે. જેમાં પ્રાઈમરી કેમેરો 50 મેગાપિક્સલનો હશે. બીજો 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઈડ અને ત્રીજો 2 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ હશે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news