900 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યો છે Redmi Note 12 5G! માત્ર આ યૂઝર્સને મળશે લાભ

Xiaomi Fan Festival દરમિયાન Redmi Note 12 5G ને ખુબ સસ્તા ભાવ પર ખરીદી શકાય છે. જાણો તમે કેવી રીતે ઉઠાવશો આ ઓફરનો લાભ.
 

900 રૂપિયામાં ધડાધડ વેચાઈ રહ્યો છે Redmi Note 12 5G! માત્ર આ યૂઝર્સને મળશે લાભ

નવી દિલ્હીઃ Xiaomi Fan Festival નો આજે ત્રીજો દિવસ છે. આજે પણ ઘણા ફોન સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે. આ સેલ માત્ર કંપનીની વેબસાઇટ પર જ નહીં પરંતુ એમેઝોન પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. અહીંથી તમને Redmi Note 12 5G ને ખુબ સસ્તી કિંમતે ખરીદી શકાશે. તેને તમે બધી ઓફર્સ બાદ માત્ર 900 રૂપિયામાં ખરીદી શકશો. જો તમે આ ફોનને ખરીદવા ઈચ્છો છો તો અમે તમને આ ઓફર વિશે જણાવી રહ્યાં છીએ. 

Redmi Note 12 5Gની કિંમત
આ ફોનના 4જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 19999 રૂપિયાની જગ્યાએ 17999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સાથે ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. અહીં અમે તમને Amazon પર મળી રહેલી ઓફર્સની જાણકારી આપી રહ્યાં છીએ. 

બેન્ક ઓફર્સ અને EMI:
આ ફોનને ખરીદવા માટે ICICI બેન્ક કાર્ડનું પેમેન્ટ કરવા પર 1000 રૂપિયા સુધીનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો HSBC Cashback કાર્ડથી પેમેન્ટ કરવા પર 5 ટકાનું તત્કાલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  EMI ની સાથે ફોન ખરીદવા પર તમારે દર મહિને 860 રૂપિયા આપવા પડશે. આ સાથે No Cost EMI નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. 

એક્સચેન્જ ઓફર
જો તમે જૂના ફોનને એક્સચેન્જ કરાવી શકો છો તો તમને 17099 રૂપિયા સુધીનું ઓફ આપવામાં આવશે. આ પૂરુ એક્સચેન્જ વેલ્યૂ મળવા પર તમને ફોન માત્ર 900 રૂપિયામાં મળી જશે. 

ફીચર્સ
- ફોનમાં Super AMOLED (1080x2400)ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે.
- આ ફોન  Snapdragon 4 Gen1 6nm પ્રોસેસરથી લેસ છે. 
- ફોનમાં 48 મેગાપિક્સલનો AI ત્રિપલ કેમેરો આપવામાં આવ્યો છે. બીજો 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ સેન્સર અને ત્રીજો 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. 
- ફોનમાં 13 મેગાપિક્સલનું ફ્રંટ સેન્સર આપવામાં આવ્યું છે.
- ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જર સપોર્ટની સાથે આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news