Royal Enfield ના રસિયા માટે ખુશખબર: ધમાલ મચાવવા આવી રહી છે 4 નવી બાઈક, ફીચર્સ એવા કે...

કંપની આગામી વર્ષે 4 નવી મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં નવી જનરેશન રોયલ એનફીલ્ડ બુલેટ 350, ક્લાસિક બોબર 350, હંટર 350 અને રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 411નો સમાવેશ થાય છે.

Royal Enfield ના રસિયા માટે ખુશખબર: ધમાલ મચાવવા આવી રહી છે 4 નવી બાઈક, ફીચર્સ એવા કે...

નવી દિલ્હી: ખૂબ લાંબા સમયથી ભારતમાં મોટરસાઈકલ બજારની રેસમાં રોયલ એનફીલ્ડનો દબદબો યથાવત રહ્યો અને કંપની વર્ષ 2022માં પણ બાઈક રસિયાઓની પસંદને જોતા આ દબદબો યથાવત રાખવાની છે. કંપની આગામી વર્ષે 4 નવી મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં નવી જનરેશન રોયલ એનફીલ્ડ બુલેટ 350, ક્લાસિક બોબર 350, હંટર 350 અને રોયલ એનફીલ્ડ સ્ક્રેમ 411નો સમાવેશ થાય છે. કંપનીએ છેલ્લાં કેટલાંક સમયમાં ઘણા સારા એવા નામ ટ્રેડમાર્ક કરાવ્યા છે અને તે જ નામોનો ઉપયોગ એનફીલ્ડ પોતાના આગામી બાઈક માટે કરનાર છે.

રોયલ એનફિલ્ડ હન્ટર 350
ચેન્નાઈ સ્થિત બાઇક નિર્માતા 2022 માં હંટર 350 લોન્ચ કરવા માટે તૈયાર છે, જેનું તાજેતરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં ભારતમાં આવનાર આ મોટરસાઇકલ Royal Enfield Meteor 350 વાળા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, પરંતુ તેની સ્ટાઇલ અને ડિઝાઇન સંપૂર્ણપણે અલગ હશે. જો કે, એવી અપેક્ષા રાખવામાં આવી છે કે નવી મોટરસાઇકલમાં ટ્રીપર નેવિગેશન મળશે, જે મીટીઅર સાથે આપવામાં આવ્યું છે.

રોયલ એનફિલ્ડ બુલેટ 350
Royal Enfield આવતા વર્ષે જ દેશમાં નવી જનરેશન બુલેટ 350 લોન્ચ કરશે અને તેને નવા ક્લાસિક 350 સાથે આપવામાં આવેલા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યું છે. વર્તમાન મોડલની સરખામણીમાં નવી પેઢીની મોટરસાઇકલની સ્ટાઇલ અને ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે. બાઇકમાં ટેક્નિકલ સુધારાઓ થવાની પણ શક્યતા છે. નવી બુલેટ 350માં નવું 350cc એન્જિન મળશે, જે 20.2 bhp પાવર અને 27 Nm પીક ટોર્ક બનાવે છે. આ બાઇકમાં ટ્રિપર નેવિગેશન પણ મળશે.

રોયલ એનફિલ્ડ હિમાલયન
કંપની 2022માં હિમાલયનનું નવું મોડલ લોન્ચ કરશે, જેને ભારતીય બજારમાં ઑફ-રોડરથી અલગ રસ્તા પર ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. નવી બાઇકનું નામ Royal Enfield Scram 411 હોઇ શકે છે જે હિમાલયન આધારિત સ્ક્રેમ્બલર મોટરસાઇકલ છે. કંપની આ મોટરસાઇકલ સાથે સિંગલ-પોડ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ અને ટ્રિપર નેવિગેશન પણ આપવા જઈ રહી છે.

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બોબર
રોયલ એનફિલ્ડની નવી ક્લાસિક 350 પર આધારિત આગામી બોબર મોટરસાઇકલ પણ વર્ષ 2022માં લૉન્ચ થવાની શક્યતા છે. બાઈકને બોબર સ્ટાઈલ આપવા માટે તેની સાથે એક જ પ્રકારની હેન્ડલબાર અને બોબર સીટ આપવામાં આવશે. હન્ટરની જેમ, નવી મોટરસાઇકલ સાથે Meteor 350નું એન્જિન મળી શકે છે. કંપની આ નવી બાઇક સાથે મોટા પાયે ગ્રાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news