ગોલ્ડન ગર્લનો ખેતીકામ કરતો આ વીડિયો તમારું દિલ જીતી લેશે, મશીન કરતા પણ ઝડપી ચાલે છે તેના હાથ

આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવનાર સરિતા ગાયકવાડ (sarita gayakwad) નો ખેતરમાં કામ કરતો એક વીડિયો આવ્યો સામે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ સરિતા ગાયકવાડનો આ વીડિયો વાયરલ (video viral) થયો છે. ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના લોકોએ વખાણ કર્યાં છે. 
ગોલ્ડન ગર્લનો ખેતીકામ કરતો આ વીડિયો તમારું દિલ જીતી લેશે, મશીન કરતા પણ ઝડપી ચાલે છે તેના હાથ

સ્નેહલ પટેલ/નવસારી :આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવનાર સરિતા ગાયકવાડ (sarita gayakwad) નો ખેતરમાં કામ કરતો એક વીડિયો આવ્યો સામે છે. ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કર્યા બાદ સરિતા ગાયકવાડનો આ વીડિયો વાયરલ (video viral) થયો છે. ખેતરમાં કામ કરતી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડના લોકોએ વખાણ કર્યાં છે. 

આંતરરાષ્ટ્રીય દોડવીર તરીકે નામના મેળવ્યા બાદ અને પોલીસ વિભાગમાં ડીવાયએસપીની ફરજ બજાવ્યા બાદ પણ તેઓ સાદગી રીતે ખેડૂત પુત્રી તરીકેનું જીવન જીવે છે. સામાન્ય ખેડૂત પરિવારની દિકરીની જેમ તેઓ ખેતરમાં ડાંગરની કાપણી કરતા દેખાયા છે. જેને કારણે લોકો તેમની વાહવાહી કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ દેશ-દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. ગુજરાત સરકારે એશિયન ગેમ્સ-2018ની 4x400 રિલે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી હતી. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ ટ્વીટ કરીને સરિતાને અભિનંદન આપ્યા છે. નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે આ જાહેરાત કરીને સરકારે મહિલા શક્તિને બિરદાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news