Android 10ની સાથે 2020મા Galaxy A71 અને Galaxy A91 લોન્ચ કરશે સેમસંગ

Galaxy Clubના રિપોર્ટ પ્રમાણે, સેમસંગ પોતાના Galaxy A71 અને Galaxy A91 સ્માર્ટફોનને લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ Android 10ની સાથે લોન્ચ કરવામાં આવશે.

Android 10ની સાથે 2020મા Galaxy A71 અને Galaxy A91 લોન્ચ કરશે સેમસંગ

નવી દિલ્હીઃ સાઉથ કોરિયાની સ્માર્ટફોન કંપની સેમસંગ પોતાની Galaxy S11 સ્માર્ટફોન સિરીઝ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરી શકે છે. આ સાથે સેમસંગ 2020ની શરૂઆતમાં વધુ બે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. હાલ પ્રાપ્ત થઈ રહેલા અહેવાલ પ્રમાણે Samsung Galaxy A71 અને Galaxy A91 સ્માર્ટફોન 2020ની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે. 

Galaxy Clubના રિપોર્ટ પ્રમાણે, સેમસંગ પોતાના Galaxy A71 અને Galaxy A91 સ્માર્ટફોનને લેટેસ્ટ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ Android 10ની સાથે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન નેધરલેન્ડમાં લોન્ચ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારબાદ સ્માર્ટફોનને યૂરોપિયન માર્કેટ્સ, જેમ કે બેલ્જિયમ, જર્મની, ફ્રાન્ચ, ઈંગ્લેન્ડ, ઇટાલી, સ્પેન અને સ્કાંવિનાવિયામાં પણ લોન્ચ કરી શકાય છે. 

મળશે 45W ફાસ્ટ ચાર્જ સપોર્ટ
Galaxy Hubના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Galaxy A71 સ્માર્ટફોનમાં Exynos 9630 પ્રોસેસર આપવામાં આવી શકે છે.  A- સિરીઝના સારા વેરિયન્ટ Galaxy A91 ને XDA ડિવલોપર્સે પહેલા જ સ્પોટ કર્યું ગતું અને સામે આવ્યું કે કંપની તેમાં 45W સુપર ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની સાથે 45W ફાસ્ટ ચાર્જ સપોર્ટ આપી શકે છે. હંગરી સેમસંગ વેબસાઇટ પ્રમાણે, કંપનીની નવી 45W ફાસ્ટ ચાર્જ ટેક્નોલોજીનો સપોર્ટ હાલમાં લોન્ચ Galaxy Note 10+મા પણ આપવામાં આવ્યો છે. 

ફોનમાં હશે ક્વોડ કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી સાથે જોડાયેલા ફીચર્સની વાત કરીએ તો Sam Mobileના રિપોર્ટ પ્રમાણે Galaxy A91મા કંપની રિયર પેનલ પર ક્વોડ-કેમેરા સેટઅપ આપી શકે છે. આ કેમેરા સેટઅપમાં 108 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, 16 મેગાપિક્સલનો વાઇડ-એન્ગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્ચ 5X ઓપ્ટિકલ ઝૂમની સાથે આપી શકે છે. આ સાથે રિયર પેનલ પર એક TOF (ટાઇમ ઓફ ફ્લાઇટ) સેન્સર પણ આપવામાં આવશે, જેથી સારા ફોટો ક્લિક કરી શકાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news