ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા

ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ 3 માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી. ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીઆઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.

Updated By: Sep 1, 2019, 07:15 PM IST
ઘર કંકાશથી કંટાળીને પોલીસ કોન્સ્ટેબલે જ કરી પોતાના ત્રણ બાળકોની હત્યા

વિપુલ બારડ/ભાવનગર: ભાવનગર પોલીસ હેડક્વાર્ટરમાં 'આસાન' વિભાગમાં ફરજ બજાવતા સુખદેવ શિયાળ નામના પોલીસ જવાને પોતાના સરકારી નિવાસસ્થાને પોતાના જ 3 માસૂમ બાળકોને તીક્ષ્ણ હથિયારથી ગળા કાપી મોતને ઘાટ ઉતારી દેતા સનસની મચી ગઇ હતી. ઘટના બાદ આરોપી પોલીસ જવાન પોલીસ તાબે થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ડીઆઇજી, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા.

પોલીસ સૂત્રોથી પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ નવી પોલીસ લાઇનમાં રહેતો પોલીસ જવાન સુખદેવ શિયાળ આજે આશરે 4.30ના અરસામાં પોતાના ઘરે હતો, ત્યારે કોઈ કારણસર આવેશમાં આવી જઇ પોતાના સગા 3 માસૂમ પુત્રો ખુશાલ, ઉદ્ધવ, મનોનીતની તીક્ષ્ણ હથિયાર વડે ગળા કાપી હત્યા કરી હતી. ત્યાર બાદ આરોપી જવાન પોલીસ તાબે થઈ ગયો હતો હાલ તે પોલીએ કસ્ટડીમાં છે. હત્યામાં વપરાયેલ હથિયાર ત્યાં જ છોડી દીધુ હતું.

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

પોલીસના જણાવ્યા મુજબ ઘર કંકાસના કારણે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રગ્યું છે. બનાવની જાણ થતાં ડી આઇ જી અશોકકુમાર યાદવ, એસપી જયપાલસિંહ રાઠોડ, સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. નામ સુખદેવ પણ કામ રાક્ષસને શરમાવે તેવું. પોતાના સગા 3 માસૂમ પુત્રોની હત્યા કરી નખનાર પોલીસ જવાન સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે. એવું તે શું થયું કે સાગા બાપે માસુમના જીવ લઈ લીધા જેવા અનેક સવાલો સાથે લોકો ફિટકાર વરસાવતા હતા.

જુઓ Live TV:-