આવી રહ્યો છે Samsung નો નવો 5G ફોન, મળશે 6000mAh ની બેટરી, જાણો અન્ય ફીચર્સ
સેમસંગ ગેલેક્સી એમ32 5જી સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલએચડી પ્લસ ઇનફિનિટિવ વી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન એન્ડ્રોયડ 11 બેસ્ડ One UI 3.0 પર કામ કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ સાઉથ કોરિયન કંપની સેમસંગનો નેક્સ્ડ સ્માર્ટફોન ગેલેક્સી M33 5G સિરીઝનો હશે. ફોનને સાઉથ કોરિયન સર્ટિફિકેશન સાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. SamMobile ના રિપોર્ટ પ્રમાણે ગેલેક્સી એમ33 5જી સ્માર્ટફોનમાં 6000mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવી શકે છે. આ પહેલા રિપોર્ટ હતો કે હેલેક્સી એમ33 5જી સ્માર્ટફોન ગેલેક્સી એ33 5જી નું રી-બ્રાન્ડેડ વર્ઝન હશે. પરંતુ એવું નથી, કારણ કે ગેલેક્સી એ33 5જીમાં નાની સાઇઝની બેટરી આપવામાં આવી છે. તેવામાં બંને સ્માર્ટફોન ડિઝાઇન અને સ્પેસિફિકેશન્સ અલગ-અલગ રહેવાની આશા છે. અપકમિંગ સ્માર્ટફોન ગેલેક્સી એમ33 5જી આ વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ ગેલેક્સી એમ32 5જી સ્માર્ટફોનનું સક્સેસર મોડલ હશે.
ગેલેક્સી એમ32 5જીના સ્પેસિફિકેશન્સ
સેમસંગ ગેલેક્સી એમ32 5જી સ્માર્ટફોનમાં 6.5 ઇંચની ફુલએચડી પ્લસ ઇનફિનિટિવ વી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોન એન્ડ્રોયડ 11 બેસ્ડ One UI 3.0 પર કામ કરે છે. ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 720 ચિપસેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે, જે 128 જીબી સ્ટોરેજ ઓપ્શનની સાથે આવશે.
સાથે ફોનની સ્પેસને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128જીબી સુધી એક્સપેન્ડ કરી શકાશે. આ એક 5જી સ્માર્ટફોન હશે, જેમાં 12 બેન્ડ સપોર્ટ આપવામાં આવશે. ફોનને પાવર આપવા માટે 6000mAh નો બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન ક્વાડ કેમેરા સેટઅપની સાથે આવશે. તેમાં મેન કેમેરો 48MP નો હશે. આ સિવાય 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એન્ગલ લેન્સનો સપોર્ટ મળશે, જેનો ફીલ્ડ ઓફ વ્યૂ 123 ડિગ્રી હશે. સાથે 5 મેગાપિક્સલનો મેક્રો લેન્સ અને એક અન્ય 2 મેગાપિક્સલ સેન્સર સપોર્ટ મળશે. સેલ્ફી માટે ફોનમાં 13MP નો લેન્ચ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે