Samsungએ રજૂ કર્યા બે પ્રીમિયમ સ્માર્ટફોન, ફીચર્સ અને કિંમત અહીં જાણો...
દેશના મોટાભાગના પ્રતિસ્પર્ધી પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેન્ટમાં એપલ, ગૂગલ પિક્સલ અને હુઆવેઇ ડિવાઇસોને વાસ્તવિક ટક્કર આપતા સેમસંગે પોતાના મેડ ઇન ઇન્ડિયા ફ્લેગશિપ્સ ગેલેક્સી નોટ 10 (Galaxy Note 10) અને નોટ 10 પ્લસ (Note 10+)ને રજૂ કર્યો છે
Trending Photos
નવી દિલ્હી: દેશના મોટાભાગના પ્રતિસ્પર્ધી પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેન્ટમાં એપલ, ગૂગલ પિક્સલ અને હુઆવેઇ ડિવાઇસોને વાસ્તવિક ટક્કર આપતા સેમસંગે પોતાના મેડ ઇન ઇન્ડિયા ફ્લેગશિપ્સ ગેલેક્સી નોટ 10 (Galaxy Note 10) અને નોટ 10 પ્લસ (Note 10+)ને રજૂ કર્યો છે. આ બંને સ્માર્ટફોનની કિંમત ક્રમશ: 69,999 રૂપિયા અને 79,999 રૂપિયા છે.
ગેલેક્સી નોટ 10 પ્રી-બુકિંગ શરૂ
ભારતના યૂઝર્સ માટે ગેલેક્સી નોટ 10નું પ્રી-બુકિંગ પહેલા જ શરૂ થઇ ગયું છે અને તે 22 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જો તમે પણ ફોનનું પ્રી બુકિગ કરી છે તો તે તમને 23 ઓગસ્ટે મળશે. તે દિવસે આ ફોન સમગ્ર દૂનિયાના બજારોમાં લોન્ચ કરવામાં આવશે. તમે ગેલેક્સી નોટ સ્માર્ટફોનને સેમસંગ, ફ્લિપકાર્ટ, પેટીએમ અને ટાટા ક્લિકના ઓનલાઇન પોર્ટલ પર બુક કરાવી શકો છો.
20 ઓગસ્ટના કરવામાં આવશે લોન્ચ
એન્ડ્રોઇડ 9 (પાઇ) ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનાર ગેલેક્સી નોટ 10માં 6.3 ઈંચની એપએસડી પ્લસ સ્ક્રીન છે અને ગેલેક્સી નોટ 10 પ્લસમાં 6.8 ઈચની ક્વૈડ એચડી સ્ક્રીન છે. આ ભારતીય બજારમાં સત્તાવાર રીતથી 20 ઓગસ્ટના લોન્ચ કરવામાં આવશે.
કાઉંટરપ્વાઇંટ રિસર્ચના એસોસિએટ નિદેશક તરૂણ પાઠકે કહ્યું, સેમસંગ હમેશા નોટ સીરીઝમાં સૌથી વધારે સ્પેસિફિકેશન્સ આપે છે અને આ વર્ષે પણ કંપનીએ એવું જ કર્યું છે. નવી નોટ સીરીઝથી કંપનીને પ્રીમિયમ ફોનના બજારમાં પ્રવેશ વધારવામાં મદદ કરશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે