સેમસંગ જલ્દી લોન્ચ કરશે 4 GB RAMનો સ્માર્ટફોન, આ હશે ફીચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે સેમસંગ ઇન્ડિયા 'ગેલેક્સી ઓન' લોન્ચ કરવાની તૈયારીમાં છે

Updated By: Jan 4, 2018, 02:31 PM IST
સેમસંગ જલ્દી લોન્ચ કરશે 4 GB RAMનો સ્માર્ટફોન, આ હશે ફીચર્સ

નવી દિલ્હી : નવા વર્ષે ચાઇનીઝ સ્માર્ટફોનને ટક્કર આપવા માટે સેમસંગ ઇન્ડિ્યા જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં નવો 'ગેલેક્સી ઓન' લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપની સાથે સંકળાયેલા સુત્રોએ માહિતી આપી છે કે નવા ડિવાઇસની કિંમત 15 હજાર રૂ.ની આસપાસ હશે. મળતી માહિતી પ્રમાણે ગેલેક્સી ઓન બે વેરિઅન્ટમાં આવશે અને બંનેમાં 4 GB RAM હશે.

ક્યાં મળશે?
સેમસંગનો આ નવો ફોન માત્ર અમેઝોન ઇન્ડિ્યા પર જ મળશે. આ સ્માર્ટફોનમાં ડિઝાઇન, પ્રદર્શન અને ફોટોગ્રાફીને મહત્વ આપવામાં આવશે. 2017માં સેમસંગ ઇન્ડિયાએ 16,990 રૂ.ની કિંમતવાળો 'ગેલેક્સી ઓન મેક્સ' માર્કેટમાં ઉતાર્યો હતો. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઉપકરણમાં ઉચ્ચસ્તરનો કેમેરો છે જે ઓછા પ્રકાશમાં પણ સારી ફોટોગ્રાફી કરે છે.

શું છે ખાસિયતો?

  1. 5.7ઇંચનો ફુલ એચડી ડિસ્પ્લે
  2. 2.39 ગીગાહર્ટઝની ક્ષમતા
  3. 1.69 ઓક્ટા કોર પ્રોસેસર
  4. ફોનમાં 4 જીબી RAM અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  5. મેમરી કાર્ડથી ક્ષમતા 256 જીબી વધારવાની સવલત
  6. 13 મેગાપિક્સેલનો બેક કેમેરા
  7. એલઇડી ફ્લેશલાઇટ સાથે ફ્રન્ટ કેમેરા