પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણું, કુલભૂષણનો ફરી એક 'નકલી' વીડિયો જારી કર્યો

ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાન દિન પ્રતિદિન જુઠ્ઠાણા બોલી રહ્યું છે.

  • 25 ડિસેમ્બરના રોજ કુલભૂષણના માતા અને પત્નીએ  કરી હતી મુલાકાત
  • કુલભૂષણના પરિવાર સાથે  થયેલો દુર્વ્યવ્હાર સમગ્ર દુનિયાએ જોયો
  • ગુરુવારે જારી વીડિયોમાં કુલભૂષણે પાકિસ્તાનના વખાણ કર્યાં

Trending Photos

પાકિસ્તાનનું વધુ એક જુઠ્ઠાણું, કુલભૂષણનો ફરી એક 'નકલી' વીડિયો જારી કર્યો

નવી દિલ્હી: ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને લઈને પાકિસ્તાન દિન પ્રતિદિન જુઠ્ઠાણા બોલી રહ્યું છે. પાકિસ્તાનની સરકારે કુલભૂષણનો એક વીડિયો જારી કર્યો છે જેમાં તે પાકિસ્તાન માટે વખાણ કરી રહ્યા છે. આજે જારી કરાયેલા આ વીડિયોમાં તેમણે માતા અને પત્ની સામે પાકિસ્તાનની સરકારના વ્યવહારના વખાણ કર્યા છે. જ્યારે કુલભૂષણના માતા અને પત્ની સાથે થયેલા દુર્વ્યવહારની તસવીરો સમગ્ર દુનિયાએ જોઈ હતી. 

પાકિસ્તાન દ્વારા જારી કરવામાં આવેલા આ વીડિયોમાં કુલભૂષણ એમ કહેતા જોવા મળી રહ્યાં છે કે ભારતના રાજનયિકે તેમના માતા અને પત્ની સાથે દુર્વ્યવ્હાર કર્યો હતો. વીડિયોમાં કુલભૂષણ કહે છે કે પાકિસ્તાન સરકાર દ્વારા તેમના માતા અને પત્ની સાથે કરવામાં આવેલા વ્યવહારથી તેઓ ખુશ છે. તેમણે કહ્યું કે મને સ્વસ્થ જોઈને મારા માતા ખુબ ખુશ થયા. મારા માતા સાથે એક ભારતીય રાજનયિક પણ હતાં જેઓ મારા માતાને સતત પરેશાન કરી રહ્યાં હતાં. 

પાકિસ્તાન દ્વારા જારી કરાયેલા આ વીડિયોમાં કુલભૂષણ એમ કહેતા જોવા મળી રહ્યાં છે કે ભારતના રાજનયિકે તેમના માતા અને પત્ની સાથે ગેરવર્તણૂંક કરી હતી. અત્રે જણાવવાનું કે 25 ડિસેમ્બરના રોજ કુલભૂષણના માતા અને પત્નીએ પાકિસ્તાન જઈને તેમની મુલાકાત કરી હતી. આ મુલાકાત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં તૈયાર કરવામાં આવેલા એક ખાસ રૂમમાં કરાઈ હતી. મુલાકાત દરમિયાન કુલભૂષણ અને તેમના માતા તથા પત્ની વચ્ચે કાચની દિવાલ કરવામાં આવી હતી. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news