WhatsApp: બર્થડે અને એનિવર્સરી યાદ રહેતી નથી તો આ રીતે કરો Schedule

WhatsApp યૂઝર્સ માટે ઘણા નવા ફીચર્સ લઇને આવે છે. જેનાથી તમારી એપ પ્રત્યેની મજા જળવાઇ રહે. અત્યરે ઘણા એવા ફીચર્સ છે જે આગામી સમયમાં યૂઝર્સને મળશે.

WhatsApp: બર્થડે અને એનિવર્સરી યાદ રહેતી નથી તો આ રીતે કરો Schedule

નવી દિલ્હી: WhatsApp યૂઝર્સ માટે ઘણા નવા ફીચર્સ લઇને આવે છે. જેનાથી તમારી એપ પ્રત્યેની મજા જળવાઇ રહે. અત્યરે ઘણા એવા ફીચર્સ છે જે આગામી સમયમાં યૂઝર્સને મળશે. WhatsApp એ અત્યાર સુધી ઘણા ફીચર લઇને આવ્યું જેનાથી મેસેજ શિડ્યૂલ કરી શકાય છે. 

ઘણા લોકો એવા હોય છે કે જેમને પોતાના મિત્રો અથવા પરિજનોના જન્મદિવસ અથવા એનિવર્સરી વગેરે યાદ રહેતા નથી. તે ઇચ્છે છે કે કોઇ એવું ફીચર હોય જેનાથી તે પહેલાં જ જન્મદિવસ અને એનિવર્સરીની શુભેચ્છાવાળા મેસેજ શિડ્યૂલ કરી દો. તેમછતાં WhatsApp મેસેજ શિડ્યૂલ કરી શકો છો. આવો તમને જણાવીએ. 

- તેના માટે તમારે એક એપ ડાઉનલોડ કરવી પડશે જેનું નામ SKEDit ચે. આ એક થર્ડ પાટી એપ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો. 
- એપને ઇન્સ્ટોલ કર્યા બાદ તેને ઓપન કરો અને સાઇન-ઇન કરો.
- ત્યારબાદ મેન મેન્યૂમાં જાવ અને WhatsApp પર ટેપ કરો.
- પછી તમારી પાસે કેટલીક પરમિશન માંગવામાં આવશે. તે બધાને તમારે Allow અથવા Grant કરવી પડશે.
- ત્યારબાદ તમારે Enable Accessibility પર ટેપ કરવું પડશે. ત્યારબાદ પછી SKEDit પર જાવ. પછી ટોગલને ઓન કરી દો. એકવાર ફરી તમારે Allow પર ટેપ કરવું પડશે. 
- આ બધુ કર્યા પછી તમારે ફરીથી એપ પર જવું પડશે. હવે જેને પણ તમે મેસેજ મોકલવા માંગો છો તે કોન્ટેક્ટને સિલેક્ટ કરો. ત્યારબાદ મેસેજ લખો. 
- ત્યારબાદ તમારે ડેટ અને ટાઇમ સિલેક્ટ કરવો પડશે. અહીં એક અન્ય વિકલ્પ પણ ઉપલબ્ધ હશે કે શું તમે આ મેસેજને રિપીટ કરવા માંગો છો કે નહી. 
- છેલ્લે નીચે તરફ તમને એક ટોગલ ઓપ્શન જોવા મળશે. અહીંયા Ask Me Before Sending નો વિકલ્પ હશે. જો તમે તેને સિલેક્ટ કરો છો તો તમારે મેસેજ મોકલતાં પહેલાં પૂછવામાં આવશે. તો બીજી તરફ તમે તેને ઓફ કરો છો તો પૂછ્યા વિના મેસેજ Send કરી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news