જમીન પર પડેલી પાણીની બોટલને 576 કિમી ઉંચાઈથી પણ શોધી કાઢશે ઈસરોનો RISAT-2BR 1 સેટેલાઈટ

ભારતે 11 ડિસેમ્બરના રોજ પોતાનો સર્વિલાંસ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. 15 દિવસોમાં લોન્ચ કરાયેલો આ બીજો સર્વિલાંસ સેટેલાઈ છે, જે અંતરિક્ષના ચક્કર લગાવતા તે આપણા દુશ્મનોની જાસૂસી પણ કરી શકે છે. તેને આપમે સ્પેસમાં સૌથી શાનદાર અને સટીક જાસૂસ પણ કહી શકીએ છીએ. PSLV-C48 રોકેટે દેશમાં બનેલ (રિસેટ) RISAT-2BR 1 સેટેલાઈની સાથે 4 દેશોના 9 Satellitesને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચાડી દીધા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બુધવારે બપોરે 3 વાગીને 25 મિનીટ પર આ સેટેલાઈટ લોન્ચ કરાયા છે. અને માત્ર 21 મિનીટમાં તમામ 10 ઉપગ્રહ અંતરિક્ષમાં પોતાના ભ્રમણ કક્ષામાં પહોંચી ગયા છે.

Updated By: Dec 12, 2019, 01:53 PM IST
જમીન પર પડેલી પાણીની બોટલને 576 કિમી ઉંચાઈથી પણ શોધી કાઢશે ઈસરોનો RISAT-2BR 1 સેટેલાઈટ

અમદાવાદ :ભારતે 11 ડિસેમ્બરના રોજ પોતાનો સર્વિલાંસ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. 15 દિવસોમાં લોન્ચ કરાયેલો આ બીજો સર્વિલાંસ સેટેલાઈ છે, જે અંતરિક્ષના ચક્કર લગાવતા તે આપણા દુશ્મનોની જાસૂસી પણ કરી શકે છે. તેને આપમે સ્પેસમાં સૌથી શાનદાર અને સટીક જાસૂસ પણ કહી શકીએ છીએ. PSLV-C48 રોકેટે દેશમાં બનેલ (રિસેટ) RISAT-2BR 1 સેટેલાઈની સાથે 4 દેશોના 9 Satellitesને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચાડી દીધા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બુધવારે બપોરે 3 વાગીને 25 મિનીટ પર આ સેટેલાઈટ લોન્ચ કરાયા છે. અને માત્ર 21 મિનીટમાં તમામ 10 ઉપગ્રહ અંતરિક્ષમાં પોતાના ભ્રમણ કક્ષામાં પહોંચી ગયા છે.

GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે 

1.
તે લોન્ચિંગ ISRO માટે એટલે મહત્વનું છે, કેમ કે તે PSLV  રોકેટની 50મી ઉડાન છે. પરંતુ તેમાં સૌથી મોટા ખબર એ છે કે, દેશના દુશ્મનોને જાણવા માટે વધુ એક મહત્વની ટેકનોલોજી મળી ગઈ છે. RISAT-2BR 1... एक Radar Imaging, Earth Observation Satellite છે. તેનો મતલબ એ છે કે, આ ઉપગ્રહમાં રડારની મદદથી પૃથ્વીની તમામ તસવીરો લેવાની ક્ષમતા છે.  

2.
628 કિલોના વજનવાળા આ સ્વદેશી સેટેલાઈટને પૃથ્વીની કક્ષામાં 576 કિલોમીટરની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આગામી 5 વર્ષો સુધી તે ભારત માટે કામ કરતુ રહેશે. આ ઉપગ્રહમાં X-band Synthetic Aperture Radar સિસ્ટમ મૂકાયેલી છે. જે રાત, વાદળવાળું મોસમ અને તોફાન જેવી પરિસ્થિતિમાં પણ પૃથ્વીની સટીક તસવીરો લઈ શકે છે. અંધારામાં પણ દિવસની જેમ કામ કરવુ એ તેની સૌથી મોટી ક્ષમતા છે. કેમ કે, હંમેશા પાકિસ્તાન રાતના અંધારામાં મોસમનો ફાયદો ઉઠાવીને આપણી સીમામાં ઘૂસણખોરી કરે છે.

VIDEO: ઈન્ડિયાના સુપરહોટ બેચલર સલમાને કહ્યું, ‘મને બેડ પર ઊંઘ આવતી જ નથી....’

3. 
આ સેટેલાઈટમાં તસવીરો લેવા માટે કેમેરો નહિ, પરંતુ રડાર છે. રડારમાંથી નીકળેલા Radio Waves પૃથ્વી પર રહેલી વસ્તુઓ સાથે ટકરાઈને પરત જાય છે. અને તે Radio Waves ની મદદથી સ્પષ્ટ હાઈ-રિઝોલ્યુશનની તસવીરો બને છે. આ રડારથી દુશ્મનોના વિસ્તારમાં જો કોઈ બંકર કે હથિયાર રહેલુ હશે તો તેની પૂરતી માહિતી મળશે. તેનાથી બચવુ લગભગ અશક્ય બનશે. એટલે કે તસવીરો લેવાનું કામ રડાર કરશે. 

4.
આ રડાર પૃથ્વી પર રહેલ 1 ફીટના આકારની કોઈ પણ વસ્તુની 3-D તસવીરો લઈ શકે છે. એટલે કે જમીન પર જો એક પાણીની બોટલ પણ રાખી હોય, તો તેને 576 કિલોમીટરની ઉંચાઈથી સેટેલાઈટને માલૂમ પડી જશે. તેની 3-D તસવીરો એવી હશે, જે તમે મોબાઈલ પર Google Mapsમાં જુઓ છો. 

જુગાડ: એક કિલો પ્લાસ્ટિક આપો, અને ડુંગળી-દાળ-તેલ લઈ જાઓ...

5.
તેની ખાસ બાબત એ પણ છે કે, આ ઉપગ્રહ ભારતીય ઉપમહાદ્વીપ પર પણ નજર રાખશે. એટલે કે, ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તેની નજર રહેશે. તેની સાથે જ સમુદ્રની અંદર પણ નજર રાખી શકશે. તમે હવે અંદાજ લગાવી શકશો કે આ સેટેલાઈટ એક ફીટની વસ્તુઓની પણ તસવીર લઈ શકે, તો સમુદ્રમાં ફરનારા હજારો ફીટ મોટા જહાજોની તસવીર લેવુ તેના માટે બહુ જ સરળ કામ રહેશે. આ ઉપગ્રહ માત્ર 90 મિનીટમાં પૃથ્વીનું એક ચક્કર લગાવશે. એટલે કે એક દિવસમાં પૃથ્વી પર રહેલી કોઈ પણ બાબતની તસવીરો લઈ શકાય છે. 

6.
આ સેટેલાઈટનું વધુ એક વિશેષ રડાર છે, જેને વૈજ્ઞાનિકોએ દેશમાં જ તૈયાર કર્યું છે. આ મિશનમાં દેશની સુરક્ષાની સાથે વિદેશી સેટેલાઈટ લોન્ચ કરીને દેશ માટે કમાણી પણ ઉભી કરવામાં આવી છે.

7.
RISAT-2BR 1 ની સાથે Americaના 6 ઉપગ્રહ... ઈઝરાયેલ, ઈટલી અને જાપાનનો એક-એક સેટેલાઈટ પણ મોકલવામા આવ્યો છે. લોન્ચ કરાયેલ ઈઝરાયેલના ઉપગ્રહોને વિદ્યાર્થીઓએ બનાવ્યો છે. ઈઝરાયેલાના આ એજ્યુકેશન સેટેલાઈટનું વિજન માત્ર 2 કિલોગ્રામ છે. જે ઉપગ્રહ વાયુ અને જળ પ્રદૂષણ પર રિસર્ચ કરશે અને તેનો કેમેરો ધરતી પરથી તસવીર લેશે. 

Pics : 35 વર્ષ પહેલા ભારતમાંથી દત્તક લેવાયેલી મહિલાએ લીધો મોટો નિર્ણય...

8.
ભારત અને ઈઝરાયેલની મિત્રતા જમીનથી અંતરિક્ષ સુધી કાયમ છે. RISAT સીરિઝના Surveillance Satellites નું નિર્માણ એપ્રિલ 2009માં ઈઝરાયેલની મદદથી કરવામાં આવ્યું હતું. વર્ષ 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ દુશ્મનો પર નજર રાખવા માટે તેને લોન્ચ કરવામાં આવ્યો હતો.

9.
આ સીરીઝનો ચોથો સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો છે. હાલ અંતરિક્ષમાં આવા 2 સેટેલાઈટ્સ છે. પરંતુ આગામી વર્ષે આ સીરિઝના વધુ 2 સેટેલાઈટ મોકલવામાં આવશે. આ ઉપગ્રહ પૃથ્વીની નીચલી કક્ષામાં સતત ચક્કર લગાવતા રહે છે. અંતરિક્ષમાં RISAT સીરિઝના 4 Satellites હોવાનો મતલબ એ છે કે, આપણ હંમેશા દુશ્મનો પર બાજ નજર રાખી શકીશું. જો સીમા પર કોઈ પ્રકારની ઘૂસણખોરી થાય છે, તો આ ચારેય મળીને તેના લોકેશનની તપાસ કરશે. આમ, દેશની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.

10.
આ Surveillance Satellites નવા જમાનાના જાસૂસ છે. જેને કોઈ દુશ્મન દેશની સીમામાં જઈને જીવ ખતરામાં નાખવાની જરૂર નથી પડતી. જાસૂસી સેટેલાઈટ સાથે જોડાયેલી દરે જાણકારી છુપાવીને રાખવામાં આવે છે. તેના વિશે કદાચ તમને જાણકારી નહિ હોય. 

ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube