પૈસાની વ્યવસ્થા કરી લો, 3 શાનદાર કોમ્પેક્ટ SUV ટૂંક સમયમાં બજારમાં થશે લોન્ચ, જાણો વિગત

ટાટા પંચ કંપનીની સાથે-સાથે દેશમાં પણ સૌથી વધુ વેચાતી એસયુવીમાંથી એક છે. હવે કંપની પંચનું વેચાણ વધારવા માટે આવનારા મહિનામાં તેને અપડેટ કરવા જઈ રહી છે.
            

પૈસાની વ્યવસ્થા કરી લો, 3 શાનદાર કોમ્પેક્ટ SUV ટૂંક સમયમાં બજારમાં થશે લોન્ચ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે હંમેશાથી એસયુવી સેગમેન્ટની જબરદસ્ત ડિમાન્ડ રહી છે. તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં વેચાયેલી કુલ કારમાં માત્ર 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની રહી છે. મહત્વનું છે કે તેમાં કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટ જબરદસ્ત પોપુલર છે, જેમાં ટાટા પંચ, હ્યુન્ડઈ એક્સટર અને નિસાન મેગ્નાઇટ જેવી એસયુવી સામેલ છે. જો તમે પણ નજીકના ભવિષ્યમાં નવી કોમ્પેક્ટ એસયુવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં આવનાર દિવસોમાં નિસાન અને ટાટા મોટર્સ જેવી કંપનીઓ પોતાના 3 નવા મોડલ માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. આવો જાણીએ આવનારા દિવસોમાં માર્કેટમાં લોન્ચ થઈ રહેલી ત્રણ કોમ્પેક્ટ એસયુવીના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિસ્તારથી.

Nissan Magnite Facelift
આગામી કેટલાક દિવસમાં નવી કોમ્પેક્ટ એસયુવી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારા માટે નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટ એક શાનદાર ઓપ્સન સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે કંપની આગામી 4 ઓક્ટોબરે ભારતીય માર્કેટમાં નિસાન મેગ્નાઈટ ફેસલિફ્ટને લોન્ચ કરવાની છે. અપકમિંગ એસયુવીમાં પાવરટ્રેન તરીકે 1.0 લીટરનું નેચરલી એસ્પાયરેટેડ પેટ્રોલ એન્જિન અને 1.0 લીટરનું ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જેમાં મેનુઅલ અને ઓટોમેટિક, બંને ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે. 

Tata Nexon CNG
ટાટા મોટર્સ આવનારા મહિનામાં પોતાની પોપુલર એસયુવી નેક્સનનું સીએનજી વેરિએન્ટ માર્કેટમાં લોન્ચ કરવાની છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટાટા નેક્સન સીએનજીને કંપની સપ્ટેમ્બર મહિનાના અંતમાં કે ઓક્ટોબરની શરૂઆતમાં લોન્ચ કરી શકે છે. અપકમિંગ ટાટા નેક્સન સીએનજીમાં ગ્રાહકોને 230 લીટરની બૂટ સ્પેસ મળશે 

Tata Punch Facelift
ટાટા પંચ કંપનીની સાથે-સાથે દેશમાં પણ સૌથી વધુ વેચાતી એસયુવીમાંથી એક છે. હવે કંપની ટાટા પંચનું વેચાણ વધારવા માટે આગામી મહિનામાં તેને અપડેટ કરવા જઈ રહી છે. મહત્વનું છે કે ફીચર્સ તરીકે ટાટા પંચ ફેસલિફ્ટમાં 12.25 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે એન્ડ એન્ડ્રોયડ કનેક્ટિવિટી, યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ સિવાય ઇલેક્ટ્રિક સનરૂફ જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news