Instagram Users માટે સૌથી મોટા News! હવે બદલાઈ જશે તસવીરોની દુનિયા, જુઓ Updates

Instagram Bigest Updates: ઈન્સ્ટાગ્રામ કરવા જઈ રહ્યું છે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર. ફોટો અપલોડ કરતા પહેલાં આ અપડેટ વિશે ખાસ જાણી લેજો...

Instagram Users માટે સૌથી મોટા News! હવે બદલાઈ જશે તસવીરોની દુનિયા, જુઓ Updates

નવી દિલ્લીઃ ઈન્સ્ટાગ્રામ એક ફોટો અને વીડિયો શેરિંગ એપ છે. આ એપનો ઉપયોગનો યુઝર્સ ના માત્ર ફોટો શેર કરવા માટે કરે છે પણ સાથે સાથે રીલ્સ બનાવવા માટે પણ એપનો ઉપયોગ થાય છે. કંપની યુઝર્સનો એક્સપીરિયન્સ વધુ સારો કરવા માટે વારંવાર એપમાં અપડેટ લાવે છે. તેમ છતાં ઈન્સ્ટાગ્રામ અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર એપમાં કરવા જઈ રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ ફૂલ સ્ક્રિન કંટેન્ટ વધુ પ્રોત્સાહન આપવા જઈ રહ્યાં છે. એક પ્રોગ્રામમાં ઈન્સ્ટાગ્રામના CEO એડમ મોસેરીએ કન્ફર્મ કર્યું છે કે એપ આવનારા એક કે બે સપ્તાહમાં ફોટો માટે અલ્ટ્રા ટૉલ 9:16 રેશિયોનું ટેસ્ટિંગ શરૂ કરવાના છે. એનો મતલબ એ છે કે ઈન્સ્ટાગ્રામ પર હવે માત્ર ફૂલ સ્ક્રિન સાઈઝમાં જ ફોટો શેર થશે.

ફોટોમાં ઘેરાશે સંપૂર્ણ સ્ક્રિન:
ઈન્સ્ટાગ્રામના CEOએ એક વીકલી પ્રોગ્રામ  આસ્ક મી  એનીથીંગમાં જણાવ્યું કે આપ ઈન્સ્ટાગ્રામમાં ફૂલ સ્ક્રિન વીડિયો જોઈ શકો છો. પણ ફૂલ સ્ક્રિન ફોટો નથી જોઈ શક્તા. તેના માટે અમે વિચાર્યું છે કે અમારે ફોટો અને વીડિયો માટે એક જ પ્રકારનું ફોર્મેટ હોવું જોઈએ. જો આવુ થાય છે તો હવે આપને ઈન્સ્ટાગ્રામ ફીડ સ્ક્રોલ કરતા વખતે 9:16 રેશિયો વાળો ફૂલ સ્ક્રિન ફોટો જોવા મળશે.

ફોટોગ્રાફર્સનો વિરોધ:
ઈન્ટાગ્રામના આ નિર્ણયથી કેટલાક ફોટોગ્રાફર્સે વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ ટિકટોકના રસ્તે ચાલી રહ્યું છે. ફૂલ સ્ક્રિન ફીચર આવ્યા પછી બધા ફોટોઝને જબરદસ્તી 9:16ના રેશિયોમાં ફિટ કરવો પડશે. જેના કારણે ફોટો ક્વોલિટી પર અસર પડશે. સાથે જ ન્યૂઝ ફીડમાં ઓવરલેના કારણે પોસ્ટ કરવામાં આવેલા ફોટો પર ટેક્સ નજર આવશે. જેના કારણે ફોટો એપિયરન્સ ખરાબ થશે.

નવી અપડેટ ફોટોઝ માટે યોગ્ય નથી:
એડમ મોસેરીએ ઈન્સ્ટાગ્રામના રીડિઝાઈન ટેસ્ટ યૂઝર્સના માધ્યમથી સ્વીકાર્યું છે કે ફૂલ સ્ક્રિન ફીચર ફોટો ઓછુ ઉપયોગી છે. મોસેરી પ્રમાણે ઈન્સ્ટાગ્રામ અત્યારે પણ અનિવાર્ય કર્યા વગર અલ્ટ્રા ટૉલ ફોટો એક્સપીરિયન્સ બતાવવાનું વિચારે છે. જ્યારે ઈન્સ્ટાગ્રામનો ડેટા જણાવે છે કે એપ રીડિઝાઈન કરવાના કારણે યૂઝર્સે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું ઓછુ કરી દિધુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news