શું તમને પણ આવે છે અલગ અલગ કંપનીના OTPના મેસેજ? જાણો તેની પાછળનું કારણ

શું તમને પણ વારંવાર જુદી-જુદી કંપનીઓના નામે મેસેજ આવે છે? શું એમાં અલગ અલગ કંપનીઓના OTP ના મેસેજ આવે છે? તો ચેતી જજો અને આ આર્ટિકલની માહિતી જરૂર જાણી લેજો...

શું તમને પણ આવે છે અલગ અલગ કંપનીના OTPના મેસેજ? જાણો તેની પાછળનું કારણ

નવી દિલ્લીઃ શું તમારા મોબાઈલ ફોનમાં પણ ફ્લિપકાર્ટ, એમઝોન, સુલેખા જેવી કંપનીઓના OTP આવે છે? જો હા તો સમજી લો કોઈ તમારી સાથે પ્રેંક કરી રહ્યું છે. આવા પ્રકારના પ્રેંકને SMS બોંબિંગ કહેવામાં આવે છે. વર્ષોથી આ પ્રકારના પ્રેંક એન્ડ્રોઈડના કેટલાક એપ્સ થકી કરવામાં આવે છે. SMS બોંબિંગનો મતલબ જ એ છે કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં થર્ડ પાર્ટી એપ થકી ઢગલાબંધ SMS કરવા. 

ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં મળ્યું છે કે OTP SMS સિવાય, OTP કૉલ પણ વપરાશકર્તાઓના મોબાઇલ નંબર પર આવવા લાગે છે. આવી સ્થિતિમાં, સામાન્ય એન્ડ્રોઈડ ફોન થોડા સમય માટે હેંગ થઈ જાય છે. આટલા બધા OTP મેસેજ જોઈને ઘણા યુઝર્સને લાગે છે કે તેમની ડિવાઈસ હેક થઈ ગઈ હશે. પરંતુ એવું નથી હોતું.

SMS બોમ્બિંગ માટે થર્ડ પાર્ટી એપ્સ કોઈ ચાર્જ લેતા નથી. એટલે કે, તે સંપૂર્ણપણે ફ્રી છે. ઘણી વેબસાઇટ્સ અને એપ્સ SMS બોમ્બિંગ સેવા પૂરી પાડે છે. આ માટે તમારે ફક્ત મિત્રનો મોબાઈલ નંબર અને SMS નંબર પસંદ કરવાનો રહેશે. આ પછી, ટાર્ગેટ નંબર પર એક પછી એક OTPના SMS આવવા લાગે છે. આ માટે, આ વેબસાઇટ્સ અથવા એપ્લિકેશન્સ આ કંપનીઓના API પોઈન્ટ્સમાં ખામીઓનો લાભ લે છે અને વપરાશકર્તાઓને સતત OTP સંદેશાઓ મોકલીને તેમના પર SMS બોમ્બિંગ કરવામાં આવે છે.

જો કે, એકસાથે આટલા બધા મેસેજ મળવાને કારણે ટાર્ગેટેડ યુઝર્સ નર્વસ થઈ જાય છે અને પરેશાન પણ થઈ જાય છે. ટાર્ગેટ યુઝરની જાણકારી વગર આ પ્રકારની ટીખળ કરવી એ હેરાનગતિનો એક માર્ગ છે. આમાં સમસ્યા એ છે કે તેનું મોનિટરિંગ કરી શકાતું નથી.  SMS બોમ્બિંગ સુવિધા આપતી ઘણી વેબસાઇટ્સ તમને તમારા નંબરને તેની સાથે સુરક્ષિત કરવાની પણ મંજૂરી આપે છે. તમે વેબસાઈટના પ્રોટેક્શન લિસ્ટમાં જઈને તમારો નંબર રજીસ્ટર કરાવી શકો છો. આ સાથે તે વેબસાઇટ પરથી તમારા નંબર પર SMS બોમ્બિંગ કરી શકાશે નહીં. યુઝર્સ આ માટે એન્ટી SMS બોમ્બર્સનો પણ ઉપયોગ કરી શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news