એક રિચાર્જ કરો અને આખુ વર્ષ મેળવો અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ, આ 5 પ્લાન્સ છે સૌથી બેસ્ટ

જો તમારે દર મહિને રિચાર્જ કરાવવું પડે તો તેમાં ઘણીવાર તમને તકલીફ પડે છે કારણ કે તમારી બધી સર્વિસ અચાનક બંધ કરી દેવામાં આવે છે તો તમે ના તો કોલ કરી શકો છો ના તો મેસેજ કરી શકો છો એવામાં આજે અમે તમારા માટે એવા રિચાર્જ પ્લાન લઇને આવ્યા છીએ.

એક રિચાર્જ કરો અને આખુ વર્ષ મેળવો અનલિમિટેડ કોલિંગ અને ઇન્ટરનેટ, આ 5 પ્લાન્સ છે સૌથી બેસ્ટ

365 Days Validity: જો તમારે દર મહિને રિચાર્જ કરાવવું પડે તો તેમાં ઘણીવાર તમને તકલીફ પડે છે કારણ કે તમારી બધી સર્વિસ અચાનક બંધ કરી દેવામાં આવે છે તો તમે ના તો કોલ કરી શકો છો ના તો મેસેજ કરી શકો છો એવામાં આજે અમે તમારા માટે એવા રિચાર્જ પ્લાન લઇને આવ્યા છીએ જેને એકવાર રિચાર્જ કર્યા બાદ તમારે આખુ વર્ષ રિચાર્જ કરાવવું નહી પડે. 

એરટેલ
એરટેલનું 1498 રૂપિયાનું રિચાર્જ પેક 12 મહિના માટે સારું છે. આ પેકેજ યૂઝર્સને દર મહિને કુલ 2GB ડેટા પુરો પાડે છે. તેમાં 3600 એસએમએસ અને અનલિમિટેડ લોકલ, રોમિંગની સાથે-સાથે એસટીડી કોલ્સ પણ સામેલ છે. 

વોડાફોન
વોડાફોન આઇડિયાનો 1197 રૂપિયાનું પ્રીપેડ પેકેજ ખૂબ રસપ્રદ છે. આ પ્લાનમાં અનલિમિટેડ ફોન કોલ્સ સાથે-સથે દરરોજ 100 એસએમએસ પણ સામેલ છે. યોજનામાં દરરોજ 1.5GB ડેટા પણ સામેલ છે. તેમાં ZEE5 પ્રીમિયમનું એક વર્ષનું મફત એક્સેસ સાથે-સાથે વીઆઇ મૂવીઝ અને ટીવી ક્લાસિકનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે. 

જિયો
2397 રૂપિયાના Jio રિચાર્જ પેકેજની વેલિડિટી 365 દિવસની છે અને કંપનીનો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. પ્રીપેડ પેકેજમાં 365GB ઇન્ટરનેટ, અનલિમિટેડ ફોન કોલ્સ, દરરોજ 100 SMS અને Jio એપ એક્સેસ સામેલ છે. 

બીએસએનએલ
બીએસએનએલ પીવી 999 પ્રીપેડ રિચાર્જ પેકેજમાં 365 દિવસની વેલિડિટી છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારી પાસે ભારતમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ છે. તેમાં દરરોજ 3GB ડેટા પણ મળે છે. 

રિલાયન્સ જિયો
રિલાયન્સ જિયોનો પ્રથમ વાર્ષિક પ્રીપેડ પેકેજ 2399 રૂપિયાનું છે. પ્રીપેડ પેકેજ દરરોજ 2GB ડેટા સામેલ છે અને આ 365 દિવસ માટે સારું છે. આ સબ્સક્રિપ્શનની અવધિ માટે 730GB ડેટા બરાબર છે. આ ઉપરાંત પ્લાનમાં અનલિમિટેડ ફોન કોલ અને દરરોજ 100 એસએમએસ સામેલ છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news