Vivah Muhurat 2022: નોંધી લો તારીખ, નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે આ 11 દિવસમાં છે શુભ મુહૂર્ત

Marriage Date 2022: દેવઉઠી એકાદશીથી માંગલિક કાર્યોની શરૂઆત થઇ જાય છે, પરંતુ શુક્ર અસ્ત થવાથી આ વખતે થોડું મોડુ થઇ રહ્યું છે. આવો જાણીએ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે શુભ મુહૂર્ત કયા છે. 

Vivah Muhurat 2022: નોંધી લો તારીખ, નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે આ 11 દિવસમાં છે શુભ મુહૂર્ત

Vivah shubh Muhurat 2022: કારતક શુક્લ એકાદશીએ દેવોત્થાન એકાદશી અથવા પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે. આ પર્વને કેટલાક સ્થળો પર ડિઠવન અથવા દેવઉઠી પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે. આ સાથે જ તમામ માંગલિક કાર્યોની શરૂઆત થઇ જાય છે, પરંતુ અત્યાર સુધી લગ્નના મુહૂર્તની શરૂઆત થઇ ન હતી. તેના લીધે શુક્રનો અસ્ત થવાનો છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ વર્ષે તુલસી વિવાહ પર શુક્ર અસ્ત હતો. તે હવે 20 નવેમ્બરના રોજ ઉદિત થશે. ત્યારબાદ જ લગ્નની શરૂઆત થશે. 

માંગલિક કાર્યોની શરૂઆત 
કારતક માસમાં દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ માંગલિક કાર્યોની શરૂઆત થઇ ચૂકી છે. આ સાથે જ લગ્ન વિવાહ જેવા માંગલિક કાર્ય શરૂ થઇ જાય છે. પંચાંગ અનુસાર નવેમ્બર ડિસેમ્બર 2022 માં લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. જેમાં લગ્ન કરવા શુભ ગણવામાં આવે છે. એવામાં આવો જાણીએ કે નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન માટે કયા કયા શુભ મુહૂર્ત છે. 

21 અને 24 નવેમ્બર - મુહૂર્ત - બપોરે 3:4 મિનિટથી 7:37 મિનિટ સુધી
25 અને 26 નવેમ્બર - મુહૂર્ત - રાત્રે 10.45 મિનિટથી સવારે 6.52 મિનિટ સુધી 

27 નવેમ્બર 2022 - મુહૂર્ત - રાત્રે 09.34 - સવારે 06.54, 28 નવેમ્બર
28 નવેમ્બર 2022 - મુહૂર્ત - સવારે 6:54 થી 10.20 મિનિટ સુધી

ડિસેમ્બર
2 અને અને 3 ડિસેમ્બર- ​​મુહૂર્ત- સવારે 7:30 થી 6.58 સુધી
7 અને 8 ડિસેમ્બર- ​​મુહૂર્ત- રાત્રે 8:46 મિનિટ થી સવારે 7.1 મિનિટ સુધી
9 ડિસેમ્બર - મુહૂર્ત - સવારે 7.02 મિનિટ થી બપોરે 2.59 મિનિટ સુધી

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી) 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news