સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, માત્ર 141 રૂપિયામાં મેળવો 365 દિવસની વેલિડિટી, જાણો વિગત
જો તમે 150 રૂપિયાથી ઓછી કિંમતમાં 365 દિવસની વેલિડિટી મેળવવા ઈચ્છો છો, તો એમટીએનએલ તમને દમદાર ઓફર આપી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ અત્યારે 200 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર પણ તમને મહિનાની વેલિડિટી નથી મળતી, તો અમે તમને કહીએ કે તમે 150 રૂપિયાથી ઓછી કિંમતમાં 365 દિવસની વેલિડિટી મેળવી શકો, તો શું તમને વિશ્વાસ આવશે? પરંતુ આ સાચુ છે. આ રિચાર્જ પ્લાન વોડાફોન-આઈડિયા, એરટેલ કે રિલાયન્સની પાસે નથી. આ પ્લાન એમટીએનએલ પાસે છે. પ્લાનની કિંમત માત્ર 141 રૂપિયા છે.
MTNL નો 141 રૂપિયાનો પ્લાન
એમટીએનએલનો પ્લાન 141 રૂપિયાનો છે, જેમાં ગ્રાહકોને એક વર્ષની વેલિડિટી મળે છે. પ્લાનમાં તમને ડેટા અને કોલિંગની પણ સુવિધા મળે છે. તેમાં તમને દરરોજ 90 દિવસ સુધી 1 જીબી ડેટા મળશે. તો 60 દિવસ માટે એમટીએનએલ નેટવર્ક પર ફ્રી કોલિંગ છે, જ્યારે અન્ય નેટવર્ક પર 200 મિનિટની કોલિંગ મળે છે. 90 દિવસ બાદ કોલિંગ માટે 0.02/sec નો ચાર્જ લેવામાં આવશે.
તો તેની તુલનામાં અમે તમને રિલાયન્સ જિયોનો 149 રૂપિયાનો પ્લાન જણાવી રહ્યાં છીએ. જિયોના પ્લાનમાં તમને માત્ર 20 દિવસની વેલિડિટી મળે છે અને તેમાં દરરોજ 1 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે અનલિમિટેડ કોલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળે છે. તો જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
એરટેલની પાસે આ પ્રાઇઝ રેન્જમાં 155 રૂપિયાનો પ્લાન છે. જ્યારે વોડાફોન-આઈડિયા 149 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. એરટેલમાં અનલિમિટેડ કોલિંગની સાથે 24 દિવસ માટે 1 જીબી ડેટા મળે છે. જ્યારે વોડાફોન-આઈડિયાના પ્લાનમાં 21 દિવસ માટે કોલિંગ અને એક જીબી ડેટા આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે