એક WhatsApp એકાઉન્ટને 2 સ્માર્ટફોનમાં ચલાવવાની SUPER TIPS
સોશિયલ મીડિયામાં લોકપ્રિય એપ વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબર છે
Trending Photos
નવી દિલ્હી : સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપના યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે તમે એક જ વોટ્સએફ એકસાથે બે સ્માર્ટફોનમાં વાપરી શકો છો. ભારતમાં હજી સુધી વોટ્સએપના 20 કરોડથી વધારે યુઝર્સ છે. હવે વોટ્સએપનો ઉપયોગ પર્સનલ કામ માટે નહીં પણ બિઝનેસ તેમજ કોમ્યુનિટીને લગતા કામ માટે થાય છે. ગ્રુપ કોલિંગ, ગ્રુપ વીડિયો કોલિંગ તેમજ કોલિંગ દરમિયાન વોટ્સએપનો ઉપયોગ જેવા ફિચર્સ યુઝર્સ માટે મોટો ચેન્જ છે.
અત્યાર સુધી વોટ્સએપ યુઝર્સને ફરિયાદ રહેતી હતી કે તેઓ પોતાના બંને સ્માર્ટફોનમાં એખ જ વોટ્સએપ નંબરનો ઉપયોગ નથી કરી શકતા પણ હવે એ શક્ય છે. આ સુવિધાનો લાભ લેવા માટે કેટલાક ખાસ સ્ટેપ લેવા પડશે.
Step 1: સ્માર્ટફોનમાં Chrome, Mozilla કે પછી બીજું કોઈ બ્રાઉઝર ઓપન કરો.
Step 2: અહીં https://web.whatsapp.com/ ટાઇપ કરીને એન્ટર કરી દો.
Step 3: તમને એક QR Code દેખાશે. હવે તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.
Step 4: WhatsAppના હોમ પેજ પર તમને જમણી તરફ ત્રણ ડોટ દેખાશે જેના પર ટેપ કરો.
Step 5: અહીં તમને WhatsApp Web દેખાશે અને એના પર ટેપ કરો.
Step 6: હવે એપના Scannerથી બીજા સ્માર્ટફોનના બ્રાઉઝર પર સ્કેન કરો.
આ રીતે તમે બે સ્માર્ટફોન પર એક જ WhatsApp એકાઉન્ટ ચલાવી શકો છો.
હવે વોટ્સએપ પર WhatsApp Web ઓપ્શન પર જાઓ અને અહીં તમને Log out from all devicesનું ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને LOG OUT બટન ક્લિક કરવાથી તમારું વોટ્સએપ એકાઉન્ટ જેટલા પર ડિવાઇ સાથે કનેક્ટ હશે એ તમામ ડિસકનેક્ટ થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે