જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા બે વ્યક્તિ અચાનક બની ગયા દુશ્મન, એકે કરી બીજાની હત્યા

જેતપુરમાં સાડીના કારખાનામાં સાથે કામ કરતા બે પરપ્રાંતિય વ્યક્તિઓ વચ્ચે એક ઝગડો થયો અને એકે બીજાની હત્યા કરી દીધી છે. 

જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતા બે વ્યક્તિ અચાનક બની ગયા દુશ્મન, એકે કરી બીજાની હત્યા

નરેશ ભાલિયા, જેતપુરઃ બે વ્યક્તિ સાથે કામ કરવાનું અને એક દિવસ એવું તો શું થયું કે બંને એક બીજાના દુશ્મન બની ગયા, સવારમાં એક ઝગડો થયો અને એક સાથીએ બીજાનો જીવ લઈ લીધો. ઘટના છે જેતપુરના જૂના રાજકોટ રોડ ઉપર આવેલ જયરાજ કોટન પ્રિન્ટિગ નામના સાડી છાપવાના કારખાનની. વહેલી સવારે કારખાના માલિકનેને ચોકીદારનો ફોન આવ્યો કે તેના કારખાનામાં કામ કરતો અને મૂળ ઉત્તર પ્રદેશના ગજિયાપુર જિલ્લાના જમાનિયા તાલુકાનો રેવતીપુરનો રહેવાસી એવા જયશંકર ઉર્ફે સુનિલકુમાર ઉર્ફે ગુડ્ડુ ખુબજ ગંભીર રીતે ઘાયલ થયેલ છે. જેની જાણ થતાં કારખાના માલિકે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી.

પોલીસે ઘટના સ્થળે આવીને જોતાં ગુડ્ડુનું મોત થઈ ચૂકેલ હતું. પોલીસે ગુડ્ડુના મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો અને ફોરેન્સિક PM અર્થ રાજકોટ મોકલ્યો હતો. જેમાં ગુડ્ડુનું મોત લાકડાના ધોકાના ફટકાથી અને ઢીકા પાટુનો માર મારવાથી થયું હોવાનું જાણવા મળેલ હતું.

જેતપુર પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ માટે કારખાનાના CCTV તપાસતા ગુડ્ડુ સાથેજ કામ કરતો અન્ય પર પ્રાંતિય મજૂર જેનું નામ જગો છે. પરંતુ તે મૂળ ક્યાંનો છે તે જાણકારી નથી. તે જગો ગુડ્ડુને લાકડાના ધોકા અને ઢીકાપાટુ મારતો જોવા મળેલ હતો. CCTVમાં જગો ગુડ્ડુને આડેધડ રીતે બેફામ રીતે મારતો જોવા મળ્યો હતો. જેને હિસાબે ગુડ્ડુનું મોત થયાનું સામે આવેલ છે. કારખનાના ચોકીદાર જયેશભાઈ મકવાણા જે અહીં કારખાનામાં જ રહે છે, તેણે મજૂર જગાને સવારે 5 વાગ્યાની આસપાસ કારખાનની બહાર જતાં જોયો હતો, અને તે બાદ જગો ફરી જોવા મળેલ નથી.

કોણ છે મૃતક ગુડ્ડુ અને હત્યારો જગો
મૃતક ગુડ્ડુ મૂળ ઉત્તર પ્રદેશના ગજિયાપુર જિલ્લાના જમાનિયા તાલુકાનો રેવતીપુરનો રહેવાસી છે અને અહીં ઘણા સમયથી આવીને કારખાનામાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને અહીં જ કારખાનામાં રહે છે. થોડા સમય પહેલા તેની સાથે જગો પણ અહીં આવીને મજૂરી કામે લાગ્યો હતો. પરંતુ તેના વિષે વિશેષ કોઈ વધુ માહિતી મળી નથી. તેના કોઈ ઓળખ પત્ર કે આધાર કાર્ડ પણ મળેલ નથી. જેને લઈને હત્યારા જગા વિષે કોઈ વધુ માહિતી મળતી નથી.

જેતપુર પોલીસે આ અજાણ્યો શખ્સ જગા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. હાલ તો પોલીસ માટે જગાને પકડવોએ એક પેચીદો મામલો છે, કારણ કે જગાની કોઈ ઓળખ થાય તેવી કોઈ શક્યતા નથી. દિવાળીના તહેવાર સમયે ગુડ્ડુની મોત થતાં તેના પરિવારેની માથે દુખના ડુંગર તૂટી પડ્યા છે. જ્યારે જેતપુર પોલીસ આ તહેવારમાં લોકોની સુરક્ષા સાથે સાથે એક હત્યારાને શોધવા માટે દોડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news