Whatsapp Web માં આવ્યું કમાલનું ફીચર, આ રીતે કરી શકો છો ઇનેબલ
Trending Photos
નવી દિલ્હી: ફેસબુકના સામિત્વવાળા સોશિયલ મીડિયા એપ વોટ્સઅપએ પોતાના વેબ એડિશન પર પણ ડાર્ક મોડ ફીચરને શરૂ કરી દીધું છે. આ ઉપરાંત પણ અકંપનીએ પોતાના કરોડો ગ્રાહકો માટે એનિમેટેડ સ્ટિકર્સ અને ક્યૂઆર કોડની સુવિધા પણ શરૂ કરી છે.
આ રીતે કરવું પડશે ઇનેબલ
જે લોકો વેબ અથવા પછી ડેસ્કટોપ પર વોટ્સઅપનો ઉપયોગ કરે છે. તેમને ડાર્ક મોડ ફીચરથી ફાયદો થશે. આ ફીચરને અનેબલ કરવા માટે સૌથી પહેલાં તમારે ગૂગલ સ્ટોર અથવા એપ્પલ સ્ટોર પરથી વોટસઅપને અપડેટ કરવું પડશે. ક્યૂઆર કોડ દ્વારા વેરિફાઇ કરવું પડશે. ત્યારબાદ સેટિંગમાં જઇને થીમ ઓપ્શનને સિલેક્ટ કરીને તમે ડાર્ક મોડ ફીચરને શરૂ કરી શકો છો.
મળશે એનિમેટેડ સ્ટિકર
કંપનીના અનુસાર તેમાંથી કેટલીક નવી સુવિધાઓને આગામી થોડા અઠવાડિયામાં સ્ટેબલ અપડેટમાં રોલ આઉટ કરવામાં આવશે. યૂઝર્સ જલદી જ વોટ્સઅપના લેટેસ્ટ વર્જનમાં એનિમેટેડ સ્ટિકર જોવા મળશે. જેમ કે નામથી જ ખબર પડે છે, આ એનિમેટેડ સ્ટિકર મૂવિંગ GIF/Video ની માફક કામ કરશે.
ગ્રુપ વીડિયો કોલમાં પણ સુધાર
વોટ્સએપ ગ્રુપ વીડિયો કોલમાં સુધારો કરી રહી છે. ગ્રુપ વીડિયો કોલ માટે યૂઝર્સને સિંગલ ટેપ કરવું પડશે અને ત્યારબાદ 8 અથવા પછી તેનાથી વધુ લોકોની સાથે વીડિયો કોલિંગ કરવામાં આવી શકશે. હાલના સમયમાં WhatsApp વીડિયો કોલિંગમાં વધુમાં વધુ 8 લોકોને ઉમેરી શકાશે. યૂઝર્સ પાર્ટિસિપેન્ટને સિંપલ પ્રેસ કરવા વીડિયોને ફૂલ સ્ક્રીન પર જોઇ શકાશે.
ચેટિંગ માટે આવ્યો ક્યૂઆર કોડ ફીચર
કંપનીએ ચેટિંગ કરવા માટે ક્યૂઆર કોડ ફીચરને પણ શરૂ કરવામાં આવ્યું છે. યૂઝર્સ માટે ચેટિંગ અને સરળ બનાવવા માટે એપમાં ક્યૂઆર કોડ પણ મળશે, જેથી યૂઝર્સ નવા કોન્ટેક્ટ્સ સરળતાથી જોડી શકાશે. તેમને ફક્ત બીજા યૂઝરને QR કોડને સ્કેન કરવો પડશે અને કોનટેક્ટ તેમના વોટ્સઅપમાં જોડાઇ શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે