WhatsApp પર આવી રહ્યું છે ગજબનું ફીચર! ડિલીટ થયા પછી પણ સેવ રહેશે મેસેજ

WhatsApp New Feature: ​વોટ્સ એપનો ઉપયોગ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે સૌથી વધારે કરવામાં આવે છે. કંપની યૂઝર્સના એક્સપીરિયન્સને વધારવા માટે નવા-નવા ફીચર્સને લાવતી રહે છે. 

WhatsApp પર આવી રહ્યું છે ગજબનું ફીચર! ડિલીટ થયા પછી પણ સેવ રહેશે મેસેજ

WhatsApp New Feature: વોટ્સ એપનો ઉપયોગ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે સૌથી વધારે કરવામાં આવે છે. કંપની યૂઝર્સના એક્સપીરિયન્સને વધારવા માટે નવા-નવા ફીચર્સને લાવતી રહે છે. હવે વોટ્સ એપે કેપ્ટ મેસેજીસ ફીચર પર કામ શરૂ કર્યુ છે. રિપોર્ટ પ્રમાણે આ ફીચર યૂઝર માટે ઘણું કામમાં આવશે. આ ફીચરની મદદથી યૂઝર્સ ચેટમાં Kept Messagesને બુકમાર્ક કરી શકશે. તેને લઈને WABetaInfoએ રિપોર્ટ કર્યો છે. તેના માટે યૂઝર્સને એક આઈકોનનો ઓપ્શન મળશે.

 

શું મદદ કરશે Kept Messages:
આ આઈકોન યૂઝર્સના ડિસએપીયરિંગ મેસેજ માટે વિઝ્યુઅલ ઈન્ડિકેટરનું કામ કરશે. તેનાથી યૂઝર્સને જાણકારી મળતી રહેશે કે મેસેજને સેવ્ડ કે કેપ્ટ કરી લીધું છે. તો આ ચેટથી ડિસઅપીયર નહીં થાય. આ ફીચર હવે વોટ્સએપ બીઝા યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

કયા ફોનમાં આઈકોન જોવા મળશે:
રિપોર્ટ પ્રમાણે વોટ્સ એપનું આ અપડેટ એન્ડ્રોઈડ અને IOS બંને બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ થશે. તે સિવાય તે ડેસ્કટોપ વર્ઝન માટે પણ ઉપલબ્ધ થશે. WABetaInfoએ વોટ્સ એપના કેપ્ટ મેસેજીસ ફીચરનો પ્રિવ્યૂ પણ બતાવ્યો છે.

રિપોર્ટમાં બીજો શું દાવો કરાયો:
રિપોર્ટમાં એ દાવો પણ કરવામાં આવ્યો છે કે Kept Messages ડિસઅપીયરિંગ મેસેજને સ્ટાન્ડર્ડ  વોટ્સ એપ મેસેજ પણ કન્વર્ટ કરી આપશે. તેનાથી ચેટ એક્સ્પાયર થઈ ગયા પછી પણ યૂઝર્સ તેને એક્સસ કરી શકે છે. વોટ્સ એપ તેના માટે કેપ્ટ મેસેજીસનું અલગ સેક્શન એડ કરી શકે છે. તમને જણાવી દઈએ કે ડિસઅપીયરીંગ મેસેજ એક ઓપ્શન ફીચર છે. તે યૂઝર્સને વધારે પ્રાઈવસી આપે છે. જ્યારે કોઈ યૂઝર ડિસઅપીયરિંગ મેસેજને ઓન કરે છે તો સેટ કરવામાં આવેલ સમય પછી મેસેજ ચેટબોક્સમાંથી ડિલીટ થઈ જાય છે. પરંતુ આ ફીચરથી આ મેસેજને ફરીથી એક્સેસ કરવામાં આવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news