Gautam Adani's Formula For Success: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું પોતાની સફળતાનું મોટું રહસ્ય

Gautam Adani's Formula For Success: ગૌતમ અદાણીએ ખોલ્યું પોતાની સફળતાનું રાજ, કહ્યું સફળતા માટે...! સફળતા અંગે અદાણીએ જે વાત કરી એ સાંભળીને તમને પણ એમ થશે કે આટલી ઉંચાઈ પર પહોંચીને પણ એ વ્યક્તિ શું વિચારી રહી છે.

Gautam Adani's Formula For Success: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું પોતાની સફળતાનું મોટું રહસ્ય

Gautam Adani's Formula For Success: વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઈન્ડિયા ટીવીના એપિસોડમાં ભાગ લીધો હતો. જેમાં અદાણીને પૂછવામાં આવ્યું હતુંકે, તમારી સફળતાનું શું રહસ્ય છે. આ સવાલનો જવાબ અદાણીએ કંઈક એ રીતે આપ્યો કે સૌ કોઈ અવાક રહી ગયા...ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું હતુંકે, તમારી સફળતાની ફોર્મ્યુલા શું છે? અને તમને બિઝનેસની ફિલસૂફી ક્યાંથી શીખવા મળી? આના જવાબમાં ગૌતમ અદાણીએ એક શહેરના વખાણ કર્યા અને બીજું શું કહ્યું એ પણ જાણો....

વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ હાલમાં જ ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યુંકે, સફળતાની ફોર્મ્યુલા ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રમાં જોવા મળતી નથી. 'આ ગણિત, રસાયણશાસ્ત્ર કે ભૌતિકશાસ્ત્રનું સૂત્ર નથી, વ્યવસાયમાં એક જ સૂત્ર છે - સખત મહેનત, મહેનત અને પરિશ્રમ'. મને મારા પરિવાર, મારા વડીલો અને ભગવાનના આશીર્વાદ મળ્યા છે. ગૌતમ અદાણીએ કહ્યું કે 'સફળતા માટે કોઈ શોર્ટકટ નથી'. ઇરાદા અને મહેનત પર વિશ્વાસ કરો અને સર્વશક્તિમાન પર છોડી દો, આ સૂત્ર છે.

'દેશની પ્રગતિને કોઈ રોકી નહીં શકે'
જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક વર્ષમાં નવ લાખ કરોડ રૂપિયા વધી ગયા છે. આ કયું સૂત્ર છે? આના જવાબમાં અદાણીએ કહ્યું કે 'હું આંકડામાં નથી પડતો. હું ઈચ્છું છું કે દેશ આગળ વધે. હું માનું છું કે આવનારા 20 વર્ષમાં દેશની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં.

'મુંબઈએ મને બિઝનેસ કરતા શીખવ્યું'
ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું કે તમે દરરોજ હજારો કરોડ રૂપિયા કમાઓ છો. આના પર અદાણીએ પોતાના જવાબમાં કહ્યું કે 'બાળપણમાં એવા સંયોગો બન્યા કે મેં મારો અભ્યાસ પૂરો કર્યા વિના જ મુંબઈ છોડી દીધું. મુંબઈએ મને સખત મહેનત કરતા શીખવ્યું. ત્યાંથી મારામાં બિઝનેસ કરવાની ઈચ્છા જાગી. હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. પારિવારિક વ્યવસાયમાં રહ્યા. હું પારિવારિક વ્યવસાયથી અલગ થવા માંગતો હતો. આમાં ઘણી મુશ્કેલીઓ હતી. ઘણા લોકો પહેલાથી જ સ્થાપિત હતા, પરંતુ મારી સફળતામાં ઘણા લોકોએ મારો સાથ આપ્યો. આ જ કારણ છે કે હું સફળ થઈ શક્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news