WhatsApp યૂઝર્સ માટે ખુશખબરી, હવે નંબર વિના Add કરો કોન્ટેક્ટ્સ
WhatsApp સમયાંતરે પોતાના યૂજર્સ માટે નવા અપડેટ લઇને આવે છે. હવે યૂઝર્સ માટે વોટ્સઅપ (WhatsApp) પર QR કોડનું ફીચર આવી ગયું છે. આ ફીચર દ્વારા નવા કોન્ટેક્ટને સરળતાથી જોડી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: WhatsApp સમયાંતરે પોતાના યૂજર્સ માટે નવા અપડેટ લઇને આવે છે. હવે યૂઝર્સ માટે વોટ્સઅપ (WhatsApp) પર QR કોડનું ફીચર આવી ગયું છે. આ ફીચર દ્વારા નવા કોન્ટેક્ટને સરળતાથી જોડી શકે છે.
આ પ્રકારે કામ કરશે આ ફીચર
QR Code Feature ના આવ્યા બાદ તમે કોઇપણ કોન્ટેક્ટને જોડવા માટે તે નંબરની ડિજિટ એન્ટર કરવાની જરૂર નથી. સાથે જ તમે ક્યૂઆર કોડને કોઇપણ સાથે શેર કરી શકો છો, જેના દ્વારા કોઇને પણ શેર કરી શકો છો, જેના દ્વારા તે તમને એડ કરી શકે છે.
કેવી રીતે કામ કરે છે ફીચર
તમને જણાવી દઇએ કે યૂઝરનો કોડ ત્યાં સુધી એક્સપાયર નહી થાય જ્યાં સુધી તેને રિસેટ અથવા WhatsApp એકાઉન્ટ પરથી ડિલકીટ ન કરવામાં આવે. આવો તમને જણાવી દઇએ કે WhatsApp QR Code Feature કયા પ્રકારે કામ કરે છે.
એંડ્રોઇડ પર QR કોડને સ્કેન કરીને કોન્ટેક્ટ કેવી રીતે એડ કરશો?
સૌથી પહેલાં પોતાના વોટ્સઅપ જઇને જમણી તરફ ત્રણ ડોટ પર ક્લિક કરો.
પછી તેમાં સેટિંગ્સ ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.
ત્યારબાદ તમારા નામ સાથે હાજર QR આઇકન પર ટેપ કરો.
પછી સ્કેન કોડ ઓપ્શન પર ટેપ કરો.
પોતાના ડિવાસને QR કોડ પર રાખીને સ્કેન કરવો પડશે.
અંતે એડ પર ટેપ કરીને કોન્ટેક્ટ જોડી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે