Whatsapp માં હવે માત્ર ફોટો પર એક ક્લિક કરીને પણ જોઈ શકાશે Status, આવી ગયું શાનદાર Feature
વ્હોટસ્એપ પર હવે નવુ ફિચર આવ્યું છે. આ ફિચર હાલ બિઝનેસ અકાઉન્ટ માટે આવ્યું છે. કેટલાક યૂઝર્સ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરીને સ્ટેટ્સ જોઈ શકશે. જલ્દીથી જ આ ફિચરને તમામ લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે. ચાલો જાણીએ કેવી રીતે આ કામ કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ વ્હોટસ્એપ પર હવે નવુ ફિચર આવ્યું છે. આ ફિચર હાલ બિઝનેસ અકાઉન્ટ માટે આવ્યું છે. કેટલાક યૂઝર્સ પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરીને સ્ટેટ્સ જોઈ શકશે. જલ્દીથી જ આ ફિચરને તમામ લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે. ચાલો જાણીએ કેવી રીતે આ કામ કરશે.
WhatsAppને કથિત રૂપથી એક બિઝનેસ અકાઉન્ટ સ્ટેટ્સ અપડેટ જોવા માટે નવું ફિચર મળી રહ્યું છે. વ્હોટસ્એપ ફિચર ટ્રેકરના અહેવાલ મુજબ, યૂઝર 'બિઝનેશ ઈન્ફો' પેજમાં પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને અકાઉન્ટનું સ્ટેટ્સ જોઈ શકે છે. આ સિસ્ટમ હાલ બેટા ટેસ્ટર્સ માટે તૈયાર કરવામાં આવી રહી છે. અને આવનારા દિવસમાં બીજા યૂઝર્સ માટે પણ રોલ આઉટ કરાશે.
પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરી જોઈ શકાશે સ્ટેટ્સ:
વ્હોટસ્એપ ફિચર ટ્રેકર WABetainfoના અનુસાર, વ્હોટસ્એપને એક નવું ફિચર મળવા જઈ રહ્યું છે. જે મુજબ હવે બિઝનેસ ઈન્ફો પેજમાં પ્રોફાઈલ પિક્ચર પર ટેપ કરીને બિઝનેસ અકાઉન્ટના સ્ટેટ્સ અપડેટ જોવા મળશે. જેથી યૂઝર્સને બે ઓપશન મળશે - પ્રોફાઈલ ફોટો જોવાનું ઓપશન અને સ્ટેટ્સ જોવાનું ઓપશન. ફિચર ટ્રેકરે આ પણ નોટ કર્યું છે કે, વ્હોટસ્એપ સ્ટેટ્સ જોવા માટે જુના એપ પ્રમાણે સ્ટેટ્સ અપડેટ પણ બતાવવાનું ચાલું રાખશે.
જલ્દીથી તમામ માટે આ ફિચર બહાર પાડવામાં આવશે:
WABetainfoએ પણ જણાવ્યું છે કે, હાલ પુરતી આ સુવિધા માત્ર બિઝનેસ અકાઉન્ટ યૂઝર્સ માટે જ શરૂ થશે અને અન્ય યૂઝર્સ માટે ભવિષ્યમાં આ સુવિધા ઉપલ્બધ થશે. થોડા મહિના પહેલાં આ ફિચરને એન્ડ્રોઈડ બેટા 2.21.17.5 માટે વ્હોટસ્એપના કોડમાં જોવા મળ્યા છે.
મળ્યું એક નવું ફિચર:
આ મહિનાની શરૂઆતમાં, વ્હોટસ્એપ બિઝનેસ અકાઉન્ટ હોલ્ડર્સને ક્લેક્શનના નામે બીજુ એક ફિચર મળ્યું, જેનાથી તેઓ પોતાના કેટલોગને યોગ્ય રીતે સેટ કરી શકે. સાથે જ વ્હોટસ્એપ પિક્ચર ઈન પિક્ચર વીડિયો મોડમાં એક નવો કંટ્રોલ બાર જોડવા જઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે