24 જૂને લોન્ચ થશે WINDOWS 11, આ ઓપરેટિંગ સિસ્ટમથી બદલાઈ જશે તમારી લાઈફ, જાણો આ નવા વર્ઝનમાં શું હશે ખાસ

માઈક્રોસોફ્ટ(MICROSOFT) આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. કેટલાક નવા ફીચર્સ સાથે તેના યુઝર ઈન્ટરફેસમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે.
 

24 જૂને લોન્ચ થશે WINDOWS 11, આ ઓપરેટિંગ સિસ્ટમથી બદલાઈ જશે તમારી લાઈફ, જાણો આ નવા વર્ઝનમાં શું હશે ખાસ

નવી દિલ્લીઃ માઈક્રોસોફ્ટ(MICROSOFT) આ મહિને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે. કેટલાક નવા ફીચર્સ સાથે તેના યુઝર ઈન્ટરફેસમાં પણ થોડો ફેરફાર જોવા મળી શકે છે. WINDOWS ઓપરેટિંગ સિસ્ટમ સમગ્ર વિશ્વમાં બહુ લોકપ્રિય છે. પરંતુ તે દર વર્ષે MAC OSની જેમ બદલાતું નથી. અપડેટ્સ આવતા રહે છે, ફીચર્સ પણ ઉમેરવામાં આવે છે, પરંતુ યુઝર ઈન્ટરફેસ અથવા નામમાં ફેરફાર દર વર્ષે થતા નથી. WINDOWS 10ની શરૂઆત 2015માં એટલે કે 5 વર્ષ પહેલાં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી ફક્ત WINDOWS 10 જ ચાલી રહ્યું છે. હવે લાગે છે કે કંપની WINDOWS ઓપરેટિંગ સિસ્ટમનું નવું સંસ્કરણ લાવવાની તૈયારીમાં છે.

No description available.

માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે 24 જૂનના તેઓ નેક્સ્ટ WINDOWS લોન્ચ કરશે. જો કે આ માત્ર હિંટ છે, કારણ કે કંપનીએ ઓફિશિયલી આ અંગે જાહેરાત કરી નથી. ગત સપ્તાહે માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ બિલ્ડ કોન્ફરેન્સ દરમિયાન પણ સંકેત આપ્યા હતા. વાત નેક્સ્ટ જનરેશન WINDOWSની ચાલી રહી છે તો લોકોને આશા છે કે કંપની WINDOWS 11 અથવા કોઈ બીજા નામ સાથે નવા ઈન્ટરફેસ સાથે WINDOWSના નવા વર્ઝનને લોન્ચ કરી શકે છે. સત્ય નડેલાએ હાલમાં જણાવ્યું કે તેઓ WINDOWSના મોટા અપડેટ વિશે પણ માહિતી આપશે.

નવા WINDOWS વર્ઝનમાં શું હશે ખાસ?
નેક્સ્ટ જનરેશન વિન્ડોઝમાં આ વખતે કંપની યુઝર ઈન્ટરફેસમાં કેટલાક ફેરફાર કરી શકે છે. ખાસ વાત એ છે કે કંપનીએ મોટા ભાગે જ્યારે વિંડોઝને સંપૂર્ણ રીતે બદલવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે યુઝર્સને તે પસંદ આવ્યું નથી.

ડિઝાઈનમાં સંપૂર્ણ ફેરફારની આશા ઓછી-
આ વખતે સૂંપર્ણ યુઝર ઈન્ટરફેસ અને ડિઝાઈનમાં ફેરફાર થાય કેવી શક્યતા નહીંવત છે. આપણી સામે WINDOWS 8 અને WINDOWS VISTAના ઉદાહરણ છે. જે કંપની માટે એક રીતે ફ્લોપ ઓપરેટિંગ સિસ્ટમ સાબિત થયા છે. આજ કારણોસર કંપની દર વર્ષે ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા ફેરફાર કરતી નથી. જો કે આ વખતે નવા વર્ઝનમાં નવા ફીચર્સ મળી શકે છે.

No description available.

એન્ડ્રોઈડ સાથે વધુ સારું સિન્ક-
આ વખતે WINDOWSના નવા વર્ઝનમાં એન્ડ્રોઈડ સિંકનું ફીચર મળી શકે છે. કહેવા માટે તો હાલના WINDOWSમાં પણ આ પ્રકારનું ફીચર છે. જો કે તે કશું કામનું નથી. ડિઝાઈન અને ઈન્ટરફેસની વાત કરીએ તો સ્ટાર્ટ મેનુમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. જો કે કેટલાક બટન્સ અને આઈકન્સમાં ફેરફાર કરવામાં આવશે. આ સિવાય વિજેટ્સ પર પણ ધ્યાન આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ સ્ટોરની વાત કરીએ તો આ ફીચરનો વધુ ઉપયોગ કરી શકાતો નથી. એ પણ ભારતમાં ઉપયોગ નથી થઈ શકતો. તેની પાછળનું કારણ એ છે કે આ બહુ સ્લો છે. આ માટે આ વખતે માઈક્રોસોફ્ટ સ્ટોરમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

WINDOWS 10X ફીચર્સ-
WINDOWS 10X જો તમને યાદ હોય તો કંપની તરફથી તેને લોન્ચ કરવામાં આવેલું લાઈટ વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ છે. આને ક્રોમના હરીફ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. WINDOWS 11(સંભવિત નામ)માં તમને WINDOWS 10Xમા નવા ફીચર્સ જોવા મળશે. ફાઈલ એક્સપ્લોરરમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. WINDOWSના આઈકન્સમાં પણ મોટા ફેરફાર થાય તેવી આશા રાખવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news