સુરતમાં નશાનો કાળો કારોબાર વધ્યો, મુંબઈથી વેચવા આવેલું 8 લાખનું ડ્રગ્સ પકડાયું

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે. લોકો વધુને વધુ નશાની દુનિયા તરફ આગળ વધી રહ્યાં છે. કારણ કે સુરતમાં ડ્રગ્સના જથ્થો સતત પકડાઈ રહ્યો છે અને આરોપી પણ યુવા વર્ગ જોવા મળે છે. જેના પરથી કહેવાય કે, સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત 4 શખ્સોને 8 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.
સુરતમાં નશાનો કાળો કારોબાર વધ્યો, મુંબઈથી વેચવા આવેલું 8 લાખનું ડ્રગ્સ પકડાયું

ચેતન પટેલ/સુરત :સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ અને નશીલા પદાર્થનું ચલણ વધ્યું છે. લોકો વધુને વધુ નશાની દુનિયા તરફ આગળ વધી રહ્યાં છે. કારણ કે સુરતમાં ડ્રગ્સના જથ્થો સતત પકડાઈ રહ્યો છે અને આરોપી પણ યુવા વર્ગ જોવા મળે છે. જેના પરથી કહેવાય કે, સુરતમાં નશીલા પદાર્થનો કારોબાર ધીરેધીરે સતત વધી રહ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક મહિલા સહિત 4 શખ્સોને 8 લાખના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

હાલ ગુજરાત પોલીસ વડા દ્વારા જે ડ્રગ્સ બાબતે ગુજરાતમાં ડ્રાઈવ રાખવામાં આવી તે બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ડ્રગ્સની ફેરફેરી કરતા લોકો અને ટોળકીને વોચમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડી એમ રાઠોડની ટીમને માહિતી મળી હતી કે મુંબઈથી એક કારમાં કેટલાક ઈસમો મુંબઈથી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા છે. ત્યારે ડીંડોલીના ટી પોઇન્ટ ચાર રસ્તા પાસે શંકાસ્પદ કારણે રોકી તપાસ કરતા 7900 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું અને કારમાં એક મહિલા પણ સવાર હતી. મહિલા સહિત ચાર લોકો મુંબઈથી આ ડ્રગ્સ લાવી સુરત વેચવાના ફિરાકમાં હતા.

આરોપીના નામ

  • કમલેશ શાંતીલાલ દુગડ (જૈન ) ઉ.વ. 38 ધંધો- જમીન દલાલી -  મુળ 183, મહાવીરનગર, જુના બસ સ્ટેન્ડ પાસે, પાલી તા.જિ. પાલી. (રાજસ્થાન) 
  • વિકાસકુમાર ઉર્ફે વીક્કી હસમુખભાઇ પટેલ
  • કિષ્ણાદા સુરેશચંદ્ર દુબે (દ્વિવેદી) 
  • પુજા D/O રાજેશ્વર મોહન ગુપ્તા - પુના મહારાષ્ટ્ર મુળ. નાગોલગામ, દાનાપુર જિ. પટના (બિહાર)

શું શું પકડાયું 

  • 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ - કિંમત ૭.૯૦ લાખ 
  • ૬ મોબાઈલ  - કિમંત ૮૩ હજાર 
  • રોકડા રૂપિયા ૪,૩૮૦ 
  • ડીજીટલ વજન કાંટો - કિમત ૨૦૦ રૂપિયા 
  • એક કાર - કિમંત ૩.૫૦ લાખ 
  • કુલ મુદામાલ ૧૨.૨૭ લાખ...

આમ સુરતમાં વધીર રહેલા ડ્રગ્સના ચલણને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે MD ડ્રગ્સ સાથે ત્રણે લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલ કમલેશ શાંતિલાલ દુગડ સાડીનો વેપાર કરતો હતો. પણ છેલ્લા ઘણા સમયથી આ વેપારના કોઈ ખાસ ન હોવાથી તેના મિત્રો સાથે મળી આ ડ્રગ્સના વેપારમાં ઝંપલાવ્યું હતું અને મુંબઈથી ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે મુંબઈના એક બારમા કામલેશને મિત્ર ક્રિષ્નાદત દુબે સાથે પૂજા ગુપ્તા નામની મહિલા સાથે કોન્ટેક્ટ થયો હતો. આ વેપારમાં આ પૂજા પણ જોડાઇ. આમ છેલ્લા એક વર્ષથી આ લોકો સાથે મળીને મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચતા હતા. આટલા પ્રમાણ ડ્રગ્સ આ ટોળકી પાસેથી ક્યાંથી આવ્યો અને સતત એક વર્ષથી કેવી રીતે લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

હાલમાં તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 79 ગ્રામ ડ્રગ્સ, જેની કિંમત 7 લાખ 90 મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ક્યાં ક્યાં આ જથ્થો આપવામાં આવતો તે તમામ બાબતોની કડી ભેગી કરી વધુ તપાસ કરી સુરતના સ્થાનિક દલાલો અને ડીલર્સ સુધી પહોંચવા માટે કામગીરી કરવામાં આવી રહી છે તેવુ સુરત પોલીસની જેપીસી શરદ સિંઘલે જણાવ્યું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news