વિશ્વનું એકમાત્ર મંદિર, જ્યાં 32 સ્તંભો વચ્ચે 360 ડિગ્રી ફરે છે શિવલિંગ!
જો શિવ છે તો જીવ છે, શિવ છે તો જગત છે. શિવ સત્ય છે, શિવ રહસ્ય છે. સનાતન પરંપરામાં ભગવાન શિવ વિશેની આ માન્યતાઓ હજારો વર્ષ જૂની છે. વૈદિક ગ્રંથોમાં ભગવાન શિવને પરબ્રહ્મ કહેવામાં આવ્યા છે. એટલે કે બ્રહ્માંડનાં સ્વામી. બ્રહ્માંડ કરતાં પણ મહાન, જેને તેના સર્જક માનવામાં આવે છે. આજના વિશેષ અહેવાલમાં, આપણે ભગવાન શિવ સાથે સંબંધિત આ સમગ્ર રહસ્યને એક અદ્ભુત શિવલિંગની કથા સાથે સમજીશું.