બનાસકાંઠા: ખેડૂતોના દુશ્મન તીડનો આતંક, પાકનો કર્યો સફાયો
બનાસકાંઠામાં છેલ્લા 10 દિવસથી પાકિસ્તાની તીડોએ આતંક મચાવી રાખ્યો છે પહેલા વાવ,સુઇગામ,થરાદ ,લાખણી ,દિયોદર, ડીસા બાદ હવે પાલનપુર અને વડગામમાં પણ તીડોના ઝુંડોએ ધામાં નાખ્યા છે જેના કારણે વડગામના મેગાળ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા જીરું,વરિયાળી, એરંડા,ઘઉં,બટાકા જેવા પાકોનો સફાયો તીડ બોલાવી રહ્યા છે તીડોને ભગાડવા માટે ખેડૂતો થાળી,તગારા, ઢોલ અને ધુમાડો કરીને તીડોને ભગાડી રહ્યા છે પરંતુ તીડોની સંખ્યા એટલી વધારે છે કે તીડો ખેડૂતોની સામે જ તેમના મહામુલ પાકનો સફાયો કરી રહ્યા છે..રાજસ્થાનના રસ્તે બનાસકાંઠામાં ઘુસેલા ખેડૂતોના પાકના દુશ્મન તીડ ખેડૂતોની હાલત કફોડી કરી છે તીડોએ બનાસકાંઠાના દરેક તાલુકાઓના ખેડૂતોના પાકને નષ્ટ કરી દીધો છે જેના કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.