રાજ્ય પર ‘મહા’ વાવાઝોડાનું સંકટ યથાવત, પોરબંદરથી 640 કિમી દૂર
‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 640 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.