મતનો મહાસંગ્રામ: સમગ્ર ભારતમાં 51 જગ્યાઓ પર આજે મતદાન

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election 2019)ની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ અને કેન્દ્રીય દળોની ત્રણ લાખથી વધુ કર્મીઓની તહેનાતી કરાઈ છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 235 મહિલાઓ સહિત 3237 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. જેના પર સાડા છ લાખ કર્મચારીઓ તહેનાત છે. રાજ્યમાં કુલ 8.97 કરોડ મતદારો છે જેમાંથી 4.68 કરોડ પુરુષો અને 4.28 કરોડ મહિલાઓ છે. આ સાથે જ 2634 ટ્રાન્સજેન્ડર મતદારો છે.

Trending news