કાર વિવાદ: વડોદરાના મેયર અને ડેપ્યુટી મેયર માટે ખરીદાશે નવી કાર

વારંવાર વિવાદમાં આવેલી વડોદરા કોર્પોરેશન ફરી એક વખત વિવાદમાં આવી છે કારણ કે કોર્પોરેશન દ્વારા મેયર અને ડેપ્યુટી મેયર માટે પ્રજાના પૈસે નવીનક્કોર કાર ખરીદવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવી છે. હજી તો મેયર અને ડેપ્યુટી મેયરે ઍપલ ફોન જમા નથી કરાવ્યા ત્યારે તેમને હવે નવી કાર ખરીદવાનો ચસ્કો લાગ્યો છે. જેના કારણે મોટો વિવાદ થયો છે.

Trending news