સમાચાર ગુજરાત: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયાનું પારો 9.6 ડિગ્રી
ઉત્તર ભારતનાં રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે. ગુજરાતમાં ઠંડીનો પારો નીચે ગયો છે. આગામી બે મહિના સુધી ગુજરાતનાં તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે. ઉત્તરમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીમાં નોંધપાત્ર વધારો થવાના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. પૂર્વોત્તરના પવન પણ ઠંડી વધારી રહ્યા છે. તો બીજી તરફ, નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પર પહોંચી ગોય છે.