શેરી મહોલ્લાની ખબર: વેરાવળની આવાસ યોજનામાં ગટર અને ગંદકીનો ત્રાસ
વેરાવળ કોમ્યુનીટી હોલ સામે સરકાર દ્રારા 432 જેટલા આવાસો 2017 ના નવેમ્બર માં ગરીબ લોકો ને સોપાયા ત્યારે 432 પરીવાર ના 1500 જેટલા લોકો ખુશખુશાલ હતા,,પરંતુ એકજ વર્ષ માં આ આવાસ માં ગટરો ની અણ આવડત ના કારણે તમામ સેફ્ટી નું અને ગટર નું પાણી અંદર જ ભરાય છે.જે બહાર જતુંજ નથી જેથી આ આવાસ નર્કાગાર બન્યા છે પરીણામે અનેક રોગો ઘરેઘરે વ્યાપ્યા છે અનેક રજુવાતો બહેરા કાને અથડાય છે પરંતુ આ આવાસ ના રહીશો નું કોઈ સાંભળવા તૈયાર જ નથી લોકો તાકીદે આ સમસ્યા નો ઊકેલ ઈચ્છી રહ્યા છે.તમામ ટેક્ષ ઊઘરાવાય છે પણ સુવીધા આપવા માં તંત્ર નીદ્રાધીન હોવા નો સ્થાનીકો આક્ષેપ કરી રહ્યા છે.