World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ, બન્યો નવો ચેસ વર્લ્ડ ચેમ્પિયન, ચીનનું વર્ચસ્વ સમાપ્ત

World Chess Championships: ભારતના ડી ગુકેશે શતરંજની દુનિયામાં ઈતિહાસ રચી દીધો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે ચીનના વર્ચસ્વને પણ સમાપ્ત કરી દીધું છે. 

 World Chess Championships: 18 વર્ષના ડી ગુકેશે રચ્યો ઈતિહાસ, બન્યો નવો ચેસ વર્લ્ડ ચેમ્પિયન, ચીનનું વર્ચસ્વ સમાપ્ત

World Chess Championships: ભારતના ડી ગુકેશે શતરંજની દુનિયામાં ઈતિહાસ રચી દીધો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. તેણે ચીનનું વર્ચસ્વ સમાપ્ત કરી દીધું છે. ડોમ્મારાજૂ ગુકેશે એક રેકોર્ડના મામલામાં પૂર્વ ભારતીય ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદની બરોબરી પણ કરી લીધી છે.

હકીકતમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયન 2024નો ફાઇનલ મુકાબલો ગુરૂવારે સિંગાપુરમાં રમાયો હતો. આ મહત્વના મુકાબલામાં ડી ગુકેશની ટક્કર ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ચીનના ચેસ માસ્ટર ડિંગ લિરેન સાથે હતી. ટાઇટલ મુકાબલામાં ડી ગુકેશે 14મી બાજીમાં ડિંગ લિરેનને કારમો પરાજય આપી ખિતાબ કબજે કર્યો હતો.

— Chess.com (@chesscom) December 12, 2024

વિશ્વનાથન આનંદની ક્લબમાં સામેલ થયો ગુકેશ
ડિંગ લિરેન વિરુદ્ધ ડી ગુકેશ Black Pieces સાથે મુકાબલો રમી રહ્યો હતો. આ મેચમાં ભારતીય યુવાએ પોતાનો જોરદાર ખેલ દેખાડ્યો અને બરેક બાજીમાં ચીની પ્લેયર પર ભારે પડ્યો હતો. અંતમાં ડી ગુકેશે ચીનનું વર્ચસ્વ તોડ્યું અને નવો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે.

આ ધાંસૂ જીતની સાથે 18 વર્ષનો ડી ગુકેશ શતરંજની દુનિયામાં સૌથી નાની ઉંમરનો વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. સાથે તે રેકોર્ડના મામલામાં વિશ્વનાથન આનંદની ક્લબમાં સામેલ થઈ ગયો છે. હકીકતમાં ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનનાર બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. જ્યારે વિશ્વનાથન આનંદ પ્રથમ ભારતીય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news