ઝી 24 કલાકે ખેડા ટોલબૂથ પર ફાસ્ટેગને લઈ રિયાલિટી ચેક કર્યું, જુઓ શું જોવા મળ્યું
ઝી 24 કલાકે ફરી એક વાર રિયાલિટ ચેક કર્યું છે. દેશમાં જ્યારથી ફાસ્ટેગ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે હાઈવે પર લોકોને ભારે હાલાકી પડી રહી હોવાની અનેક ખબરો સામે આવી છે. ઝી 24 કલાકની ટીમે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ખેડા ટોલબૂથ પર ફાસ્ટેગને લઈ રિયાલિટી ચેક કર્યું. જેમાં જોવા મળ્યું કે અહીં ફાસ્ટેગ લગાવ્યા હોય કે ના લગાવ્યા હોય કોઈ ફરક જ નથી પડી રહ્યો. કારણ કે બંને પ્રકારના વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. ટોલ બુથ પર આવેલા જે વાહનોને ફાસ્ટેગ લાગેલા છે તે સ્કેન નથી થઈ રહ્યા. જેથી ટોલબુથના કર્મચારીઓને મશીનની મદદથી ફાસ્ટેગ સ્કેન કરવા ફરજ પડી છે. એટલે જેટલો સમય રૂપિયા ચુકવવામાં થતો હતો એટલો જ સમય ફાસ્ટેગ સ્કેન કરવામાં થાય છે.