હાય લા...આવું કઈ રીતે શક્ય! 21 વર્ષની માતાની 15 વર્ષની દીકરી? Video માં ખુલ્યું રહસ્ય

Viral News: 21 વર્ષની યુવતીની 15 વર્ષની દીકરી હોય તેવું કઈ રીતે શક્ય બને? સોશિયલ મીડિયા પર આ મા-દીકરીની જોડી વાયરલ છે. લોકો પણ તેમને જોઈને મોઢામાં આંગળા નાખી જાય છે. જે ખુલાસો થયો છે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. 

હાય લા...આવું કઈ રીતે શક્ય! 21 વર્ષની માતાની 15 વર્ષની દીકરી? Video માં ખુલ્યું રહસ્ય

આજકાલ ઈન્ટરનેટ પર એક મા-દીકરીની જોડી વાયરલ થઈ છે. જેમાં માતા 21 વર્ષની છે અને તેણે એવો ખુલાસો કર્યો છે કે તેની દીકરી 15 વર્ષની છે. એટલે કે મા-દીકરીની ઉંમરમાં માત્ર ને માત્ર 6 વર્ષનો ફરક છે. આ મહિલાનું નામ હંટર નેલ્સન છે. અને તે ફુલ ટાઈમ પેરેન્ટ છે. એટલે કે પોતે તેની દીકરીનો ઉછેર કરી રહી છે. અમેરિકાના કેન્ટમાં રહેતી નેલ્સને ટિકટોક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકોએ જોયો છે. વીડિયામાં તે કહી રહી છે કે, રસ્તા પર ગાડી ચલાવતા મને અહેસાસ થયો કે હું 21 વર્ષની છું અને તે 15 વર્ષની.

નેલ્સને વીડિયોમાં એવું પણ કહ્યું કે, 'મારી દીકરીના સ્કૂલના સ્ટાફના લોકો અને અન્ય બાળકોના વાલીઓ મને ગંભીરતાથી નથી લેતા. મને ત્યારે પણ એ મહેસૂસ થયું કે, જ્યારે હું સ્કૂલ ગઈ ત્યારે લોકોએ પુછ્યું કે હું ક્યા ધોરણમાં ભણું છું. હું આને કેવી રીતે ગાડી ચલાવવાનું શીખવું, જ્યારે મને પોતાને જ માંડ માંડ ચલાવતા આવડે છે.' નેલ્સનનો આ વીડિયો વાયરલ થતા લોકો ઘણા સવાલો કરી રહ્યા છે. લોકો નવાઈ સાથે કમેન્ટ પણ કરી રહ્યા છે.

બિઝનેસ ટ્રીપ પર એક્સ ગર્લફ્રેન્ડ સાથે મોજ માણતો હતો પતિ, એક ટચૂકડી વસ્તુ...

એવા 12 દેશ જ્યાં લોકોએ એક પૈસો પણ આવકવેરો ભરવો પડતો નથી, પૂરેપૂરી કમાણી હાથ પર

આ કંપનીએ કર્મચારીઓને 70 કરોડ રૂપિયા વહેંચ્યા, કર્મચારી નોટોના ઢગલે ઢગલા ઘરે લઈ ગયા

લોકો એવા સવાલ પુછી રહ્યા છે કે, શું તમે 6 વર્ષના હતા ત્યારે તમારે બાળક આવી ગયું હતું?. લોકોના અનેક સવાલો બાદ એક પોસ્ટ અને વીડિયોમાં નેલ્સને જણાવ્યું કે, 'જ્યારે હું 6 વર્ષની હતી ત્યાં સુધી મારું બાળક નહોતું. મે કેટલાક મહિના પહેલા જ મારી બહેનની ગાર્જિયનશિપ માટે અરજી કરી છે. મને લાગ્યું કે મારી બહેનને સુરક્ષિત અને ખુશ રાખવા અને તેની તમામ જરૂરિયાતોને પુરી કરવાનો સૌથી સારો રસ્તો તેને મારી સાથે રાખવાનો છે.'

નેલ્સને જણાવ્યું કે, 2015માં તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. અને તે બાદ તેની સૌતેલી બહેન ગ્રેસીએ તેમની માતાને પણ ગુમાવ્યા. જ્યારે નેલ્સનને ખબર પડી કે તેની બહેનને ફોસ્ટર હોમ મોકલી શકાય છે, તો તેણે કોર્ટમાં અરજી કરી. અમેરિકામાં આ લીગલ છે. જો કે તેને આવું કરવાથી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તેને ગ્રેસીની નાનીના પરિવારથી ધમકીઓ આપવામાં આવી રહી છે. પહેલા ગ્રેસી પણ રહેવા માટે તૈયાર નહોતી પણ હવે તે ખુશી ખુશી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news