મહિલાઓ કેમ આ બાબતે પુરુષો કરતા વધુ અનુભવે છે ભય? જાણો પિસ્ટેન્થ્રોફોબિયા વિશે

ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક સમસ્યાઓ, એકબીજા પરનો ઘટતો જતો વિશ્વાસ, રોમેન્ટિક સંબધ કે મિત્રતામાં મળેલ દગાના વિવિધ કેસો અને 810 લોકોનો સર્વે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યો જેમાં સ્ત્રીઓમાં વિશ્વાસ મુકવાનો ભય પુરુષોની તુલનાએ વધુ જોવા મળ્યો. સર્વેમાં મળેલ તારણ નીચે મુજબ છે.

મહિલાઓ કેમ આ બાબતે પુરુષો કરતા વધુ અનુભવે છે ભય? જાણો પિસ્ટેન્થ્રોફોબિયા વિશે

કેસ 1: મારા લગ્ન મારી ગમતી વ્યક્તિ સાથે જ થયા હતા. મારા માતા પિતાએ પણ રાજીખુશીથી મારા લગ્ન કર્યા હતા પણ ખબર નહિ અમારા વચ્ચે પ્રેમ હતું કે આકર્ષણ? મારા પતિને અમારા લગ્ન પછી મારામાં કોઈ રસ જ નથી રહયો અને તેણે બીજી સ્ત્રી જોડે પણ અફેર શરૂ કર્યું. અમારા ડિવોર્સ થયા અને હવે હું જ્યાં નોકરી કરું છું ત્યાં એક યુવક મને પ્રેમ કરે છે. મારા માતા પિતા પણ તેને ઓળખે છે પણ હવે મને બીક લાગે છે કોઈ પર વિશ્વાસ મુકતા. મને કોઈ પ્રેમ સંબંધ માં રસ નથી.

કેસ 2: મારી પત્નીએ મારી પાસે ખોટુંબોલીને અમારા રૂપિયા તેના મમ્મીના ઘરે મોકલ્યા હતા. મેં ત્યારે એક વખત તેને માફ કરી હતી. પછી વારંવાર આ સમસ્યા વધતી ગઈ હવે મને તેના પર ભરોસો નથી અને હું તેનાથી છૂટો થવા માગું છું.

કેસ: 3 મારા પ્રેમીએ મારી સાથે જ લગ્ન કરશે એ વચન આપેલ હતું પણ તેના ઘરના લોકો ન માન્યા એટલે એણે બીજે લગ્ન કર્યા. હવે મારા લગ્નની બીજે વાત શરૂ છે પણ મને હવે કોઈ છોકરા પર ભરોસો નહિ બેસે. લગ્નની વાતથી મને પરસેવો વળે છે અને બીક લાગે છે

આ એવા કિસ્સાઓ છે જેમાં વ્યક્તિ સાથે ભૂતકાળમાં કંઈક એવું બન્યું હોય છે જેના કારણે તેઓ નવા લોકો પર વિશ્વાસ કરી શકતા નથી અથવા નવા લોકો પરથી તેમનો વિશ્વાસ ગુમાવી દેતા હોય તો તેને પિસ્ટાન્થ્રોફોબિયા કહેવામાં આવે છે.જ્યારે અન્ય વ્યક્તિ પર વિશ્વાસ કરવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિની માન્યતા અલગ અલગ હોય છે. એકબીજા પર વિશ્વાસ કરવામાં પણ કોઈને બહુ વાર લાગે છે તો કોઈ બહુ ફટાફટ કરે છે પણ આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને ખાસ કરીને રોમેંટિક સંબધમાં બીજા વ્યક્તિ પર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવે છે.આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને અન્ય વ્યક્તિ પર રોમેન્ટિક વિશ્વાસ મુકવો કે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા એક અશક્ય કાર્ય જેવું લાગે છે. ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક સમસ્યાઓ, એકબીજા પરનો ઘટતો જતો વિશ્વાસ, રોમેન્ટિક સંબધ કે મિત્રતામાં મળેલ દગાના વિવિધ કેસો અને 810 લોકોનો સર્વે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યો જેમાં સ્ત્રીઓમાં વિશ્વાસ મુકવાનો ભય પુરુષોની તુલનાએ વધુ જોવા મળ્યો. સર્વેમાં મળેલ તારણ નીચે મુજબ છે.

Hair Fall Home Remedy: ખરતા વાળ માટે ઉપયોગી છે મેથીના દાણા, આ રીતે કરો ઉપયોગ

લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો

તમને ડાયાબિટિસ છે? આ 5 ઉપાય અજમાવો...કંટ્રોલમાં આવી જશે બ્લડ શુગર! બીજા અનેક ફાયદા  

કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા તણાવ કે ભય અનુભવાય છે?
જેમાં 62% સ્ત્રીઓ અને 45% પુરૂષોએ હા જણાવી.
કોઈ વ્યક્તિથી દૂર થઈ જવાની ઈચ્છા થાય છે?
જેમાં 61% સ્ત્રીઓએ અને 39% પુરુષોએ હા જણાવી.

કોઈ વ્યક્તિ પર વિશ્વાસ મુકતા પહેલા ભૂતકાળમાં થયેલ ઘટનાને કારણે ભય અનુભવાય છે?
જેમાં 80.5% સ્ત્રીઓએ અને 19.5% પુરુષોએ હા જણાવી.
ભૂતકાળમાં જે બાબતને લઈને ખરાબ અનુભવ થયો હોય તો એ વિશે વર્તમાનમાં પણ વિશ્વાસ મુકતા ભય લાગે છે?
જેમાં 82.9% સ્ત્રીઓએ અને 17.1% પુરુષોએ હા જણાવી.

ભૂતકાળમાં જે ઘટના દુઃખ અપાવે તેવી હતી તે ઘટના વર્તમાનમાં પણ દુઃખ આપે છે?
જેમાં 71% સ્ત્રીઓએ અને 41% પુરુષોએ હા જણાવી.
એક વ્યક્તિએ આપેલ દગો દરેક વ્યકિત પર શંકા કરાવે છે?
જેમાં 82.3% મહિલાએ અને 32.4% પુરુષોએ હા જણાવી

જેણે વિશ્વાસ તોડ્યો હોય એ વ્યક્તિ પર બીજી વખત ભરોસો મુકતા ભય અનુભવાય છે?
જેમાં 79.5% સ્ત્રીઓએ અને 37.4% પુરુષોએ હા જણાવી

કોઈ વ્યક્તિ તમને મૂકીને જતી રહેશે તેવા ભયને કારણે તેમની સાથે આત્મીય સંબધ વિકસિત કરવામાં ભય લાગે છે?
જેમાં 77.6% સ્ત્રીઓએ અને 34.5% પુરુષોએ હા જણાવી

પ્રેમ કે મિત્રતાના સંબંધમાં વિશ્વાસ તૂટ્યા પછી બીજી વ્યક્તિ પર ભરોસો રાખવામાં સમસ્યા અનુભવાય છે?
જેમાં 61% સ્ત્રીઓએ અને 31% પુરુષોએ હા જણાવી.
કોઈ વિશે ઈર્ષ્યા અનુભવાય છે?
જેમાં 56% સ્ત્રીઓએ અને 13% પુરુષોએ હા જણાવી.

કોઈ સાથે વધુ ગાઢ સંબંધ રાખ્યા પછી વધુ પડતા વિચાર આવ્યા કરે છે?
જેમાં 78% સ્ત્રીઓએ અને 34% પુરુષોએ હા જણાવી

ફેબ્રુઆરી રાશિફળ: આ 5 રાશિના જાતકો માટે શુભ છે મહિનો, ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવશો

50 વર્ષે બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રાશીઓનું ભાગ્ય ખૂલી જશે, તિજોરી પડશે નાની

શું હોય છે શાલિગ્રામ શિલા, જેમાંથી બનશે રામ-સીતાની મૂર્તિ

શુ તમને સાચો પ્રેમ કે મિત્રતા નહિ મળે અથવા તમારી પાસે સાચો પ્રેમ કે મિત્રતા નથી એવું અનુભવાય છે?
જેમાં 64% સ્ત્રીઓએ અને 24% પુરુષોએ હા જણાવી.

શુ તમને અન્ય લોકોને તમારી બહુ નજીક આવવા દેવામાં ભય લાગે છે?
જેમાં 84% સ્ત્રીઓએ અને 38% પુરુષોએ હા જણાવી

પિસ્ટેન્થ્રોફોબિયા શું છે?
પિસ્ટેન્થ્રોફોબિયા એ રોમેન્ટિક સંબંધમાં કોઈ દ્વારા નુકસાન પહોંચાડવાનો ડર છે. ભૂતકાળમાં વ્યકિતને કોઈ દગો મળ્યો હોય તો વર્તમાન સમયમાં પણ તેને કોઈપર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવાય છે. તેઓ કોઈ સાથે સંબધ બાંધવામાં પણ ભય અનુભવે છે અને તણાવમાં આવી જાય છે.

આ ફોબિયા એ એક પ્રકારનો અસ્વસ્થતા ડિસઓર્ડર છે જેમાં વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબધ વિકસિત કરવામાં કે રોમેન્ટિક રિલેશનશિપ બાંધવામાં ભય અનુભવે છે. ભૂતકાળમાં વ્યક્તિને કોઈ સંબંધમાં દગો મળ્યો હોય તો તેઓ આગળ જતાં સંબધમાં સમાયોજન નથી કરી શકતા અને હતાશામાં ગરકાવ થઈ જાય છે.

ઘણીવાર કોઈ વાસ્તવિક ખતરો કે ભય હોતો નથી, પરંતુ કોઈપણ ચિંતા અને તકલીફ ટાળવા માટે, ફોબિયા ધરાવતી વ્યક્તિ કોઈપણ કિંમતે અમુક કરનાર વ્યક્તિ, વસ્તુ અથવા પ્રવૃત્તિને ટાળશે.પિસ્ટાન્થ્રોફોબિયા એ અન્ય લોકો પર વિશ્વાસ કરવાનો ડર છે અને તે ઘણીવાર ગંભીર નિરાશા અથવા અગાઉના સંબંધના દુઃખદાયક અંતનો અનુભવ કરવાનું પરિણામ છે.

લક્ષણો

#ગભરામણ અને ભય, જે ઘણીવાર અતિશય, સતત અને જોખમી તથા અતાર્કિક હોય છે
#ઉત્તેજક ઘટના, વ્યક્તિ અથવા ગમી જાય એવી વ્યક્તિથી દૂર જવાની તીવ્ર ઇચ્છા
#હાંફ ચડવો
#ઝડપી ધબકારા
# શરીરમાં ધ્રૂજારી
#જેની સાથે  પ્રેમ થઈ શકે તેવી વ્યક્તિ સાથે વાતચીત અથવા ઊંડી ક્રિયાપ્રતિક્રિયાઓથી દૂર રહેવું
#પોતાની જાતને પાછી ખેંચી લેવી
# ડેટિંગ અથવા રોમેન્ટિક સંબંધોમાં જોડવાના પ્રયાસો માટે નીરસ
#સતત શંકાશીલ વર્તન
#પ્રેમ કે મિત્રતામાં અવિશ્વાસ

આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!

ઘરના મંદિરમાં બનાવો આ 4 પવિત્ર ચિન્હ, ખરાબ શક્તિઓનો આવી જશે અંત

શનિ ગુરુ ગોચર: આ 3 રાશિઓમાં બનશે અખંડ સામ્રાજ્ય યોગ! રાતોરાત ભાગ્ય પલટાઈ જશે

કારણો
#સંબંધમાં દગો
# ગમતી વ્યક્તિ છોડીને જતી રહી હોય
#વિશ્વાસઘાત
#સતત ગમતી વ્યક્તિ પાસેથી ખોટું સાંભળવા મળે
#ઓછો આત્મ વિશ્વાસ
# લાગણી સાથે છેડછાડ
#સતત નિષેધક અનુભવ વગેરે

ઉપચાર
#બોધત્મક વર્તન ઉપચાર
#સાયકોથેરાપી
#વાસ્તવિક થેરાપી
#વર્તન ઉપચાર 
#કાઉન્સેલિંગ

આ વીડિયો પણ ખાસ જુઓ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news