કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં
Trending Photos
રોમ: કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.
દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આ આંકડાનો સરવાળો કરીએ તો ઇટાલીમાં અત્યાર સુધી કોરોના વાયરસનાં કારણે મરનારાઓની સંખ્યા વધીને 4032 થઇ ચુકી છે. બીજી તરફ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા પણ વધીને 47,021 થઇ ચુકી છે. ઇટાલીમાં કોરોના વાયરસનો ફેલાવો ખુબ જ ઝડપથી થતો જોવા મળી રહ્યો છે. ઇટાલીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની વાત કરીએ તો તેમાંથી 2655 લોકોની સ્થિતી ખુબ જ ગંભીર હોવાનું જણાવાઇ રહ્યું છે.
કોરોના વાયરસથી સંક્રમિત પહેલા વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવ્યો
ગુરૂવારે મોતના આંકડા મુદ્દે ઇટાલીએ ચીનને પણ પાછુ પાડી દીધું
ઇટાલી અને ચીનના આંકડા દર્શાવે છે કે આ વાયરસથી વૃદ્ધોને વધારે ખતરો છે. કોરોનાને કારણે મૃતકોનાં કિસ્સામાં ગુરૂવાર રાત સુધીમાં ઇટાલીએ ચીનને પણ પછાડી દીધું. ઇટાલીનાં સ્વાસ્થય સંસ્થાએ પોતાનાં એક અધ્યયનમાં કહ્યું કે, મોટા ભાગનાં મૃતકો વૃદ્ધોને થયો છે. ઇટાલીમાં મૃતકોની સરેરાશ ઉંમર 80 વર્ષની આસપાસ છે. જો કે સૌથી વધારે સંક્રમિત થનારા લોકોની સરેરાશ ઉંમર 63 વર્ષ છે. કંઇક આ રીતનો જ મળતો અભ્યાસ ચીનનો છે. ચીનમાં કુલ મોતમાંથી 14 ટકાથી વધારે 80 વર્ષથી ઉપરના વૃદ્ધોની રહી. જ્યારે 8 ટકા મોત 70-79 વર્ષની ઉંમરનાં લોકોની હતી. ચીનના સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CCDC) એ 11 ફેબ્રુઆરી સુધીનાં કુલ 72, 314માંછી 44 હજારથી વધારે કિસ્સાઓમાં વૃદ્ધોની સારસંભાળ જરૂરી હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે