ડાન્સરને ટિપમાં મળ્યા 1.5 કરોડ રૂપિયા, સત્ય જાણીને તમે પણ ચોંકી જશો

અમેરિકામાં એક ધનિક વ્યક્તિએ ડાન્સરથી પ્રભાવિત થઈને તેને 1.5 કરોડની ટિપ આપી. 

 

ડાન્સરને ટિપમાં મળ્યા 1.5 કરોડ રૂપિયા, સત્ય જાણીને તમે પણ ચોંકી જશો

નવી દિલ્હીઃ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ટિપ આપવાનું ચલણ નવું નથી. હંમેશા લોકો ટિપ 50 કે 100 રૂપિયાની આપે છે. પરંતુ કોઈ ટિપમાં 1.5 કરોડ રૂપિયા આપી દે તો તમે શું કહેશો. જી હાં અમેરિકાના એક ધનિક વ્યક્તિએ ડાન્સરથી પ્રભાવિત થઈને તેને 1.5 કરોડની ટિપ આપી. 

પરંતુ ચોંકાવનારી વાત તે છે કે ડાન્સરને મળ્યા બાદ થોડા દિવસોમાં તે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. માહિતી પ્રમાણે ટિપ આપનાર વ્યક્તિ ડાન્સરને પહેલાથી જ જાણતો હતો અને તે તેનો જૂનો ગ્રાહક હતો અને મિત્ર પણ રહી ચૂક્યો હતો. આ સમાચારને વાંચીને લોકો વિચારવા માટે મજબૂર થશે કે આમ કેમ થઈ શકે છે. 

જે ડાન્સરને આટલી મોટી રકમ ટિપમાં મળી છે તે આ પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા ઈચ્છે છે. આ ડાન્સરનું નામ વેરોનિકા બેકહમ છે. હવે તે સ્ટ્રિપ ડાન્સિંગ છોડવા ઈચ્છે છે અને કંઇક નવું કરવા માંગે છે. 

આટલી મોટી રકમની ટિપ આપનાર વ્યક્તિનું નામ મિકી લુઈ છે. તે વ્યક્તિ એચબીઓના આઈડી વિભાગમાં નિયામક રહી ચૂક્યો છે. બેકહમ મિકીની સારી મિત્ર હતી અને નિવૃતી લીધા બાદ પોલિસી અને નિવૃતી બાદ મળનારી રકમની મુખ્ય લાભાર્થી વેરોનિકા બેકહમને બનાવવામાં આવી. પરંતુ લુઈના આ પગલાથી તેના પરિવારજનો નારાજ છે અને તેણે વિરોધ પણ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news