વૈજ્ઞાનિકોએ પહેલીવાર આકાશીય વિજળીનો રસ્તો બદલ્યો, ભવિષ્યમાં આ ટેકનિકથી લોકોનો જીવ બચાવી શકાશે

Lightning strike: કમ્યુનિકેશનના સાધનો અને વિજળીની લાઈન જેવી મહત્વની સુવિધાઓની સિક્યોરિટી સુનિશ્વિત થવાની સાથે જ ભવિષ્યમાં તેનાથી હજારો લોકોના જીવ પણ બચાવી શકાશે. 

વૈજ્ઞાનિકોએ પહેલીવાર આકાશીય વિજળીનો રસ્તો બદલ્યો, ભવિષ્યમાં આ ટેકનિકથી લોકોનો જીવ બચાવી શકાશે

Science News: સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકોએ તે સમયે મોટી સફળતા મેળવી જ્યારે તે આકાશમાંથી પડી રહેલી વિજળીનો રસ્તો બદલવામાં સફળ રહ્યા. વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેમની આ ટેકનિક મોટા-મોટા ભવનોને વિજળી પડવાથી થતા નુકસાનથી બચાવી શકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. 

આવી રીતે વિજળીનો રસ્તો બદલ્યો:
વેબસાઈટ સાયન્સ ન્યૂઝમાં પ્રકાશિત સમાચાર મુજબ આ પ્રયોગ માટે વૈજ્ઞાનિકોએ માઉન્ટ સેન્ટિસની ટોચ પરથી આકાશ તરફ ઝડપી લેસર બીમ ફેંક્યા અને આ રીતે તેમણે પડી રહેલી વિજળીનો રસ્તો બદલી નાંખ્યો. આ પ્રયોગ હવે કહેવામાં આવી રહ્યું છે કે આ ટેકનિકમાં બીજા કેટલાંક સુધારા પછી તેને મહત્વપૂર્ણ બિલ્ડીંગ અને સ્થળોની સિક્યોરિટીમાં લગાવવામાં આવી શકે છે. આ પ્રયોગ તે વિસ્તારમાં કરવામાં આવ્યો જે યૂરોપમાં વિજળી પડવાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. 

બે વર્ષથી થઈ રહ્યો હતો પ્રયાસ:
આ પ્રોજેક્ટ પર 2021થી કામ ચાલી રહ્યું હતું. શરૂઆતમાં સતત બે મહિના સુધી ચાલેલા મેરેથોન ટેસ્ટિંગમાં અત્યંત તીવ્ર લેસર કિરણોને 1000 વખક પ્રતિ સેકંડના હિસાબથી આકાશ તરફ ફેંકવામાં આવ્યા હતા. જેનું નિશાન કડકડતી વિજળી હતી. આ દરમિયાન આ પ્રયોગનો વીડિયો પણ રેકોર્ડિંગ કરવામાં આવ્યો હતો. 

હજારો લોકોનો જીવ બચાવી શકાશે:
વૈજ્ઞાનિકોની આ ટીમે કહ્યું કે આ ટેકનિકનો ફાયદો એરપોર્ટ સહિત મહત્વની બિલ્ડિંગને થઈ શકે છે. તો કમ્યુનિકેશનના સાધનો અને વિજળીની લાઈન જેવી મહત્વની સુવિધાઓની સિક્યોરિટી સુનિશ્વિત થવાની સાથે જ ભવિષ્યમાં તેનાથી હજારો લોકોના જીવ પણ બચાવી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news