નેહરુ બાદ હિરોશિમા જનાર મોદી ભારતના પહેલા વડાપ્રધાન, ગાંધીજીની પ્રતિમાનું કરશે અનાવરણ
PM Modi Hiroshima Visit: 66 વર્ષ પછી પહેલીવાર હશે જ્યારે ભારતના કોઈ વડાપ્રધાન જાપાનના હિરોશિમા શહેરમાં જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા 1957માં પંડિત જવાહરલાલ નહેરુ હિરોશિમા ગયા હતા. હિરોશિમા શહેરમાં વડાપ્રધાન મોદીની હાજરી ખાસ બની રહેશે.
Trending Photos
PM Modi Hiroshima Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે જાપાનના હિરોશિમા જવા રવાના થશે. વડાપ્રધાન મોદી અહીં 21 મે સુધી અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. જો કે વડાપ્રધાન મોદીનો આ વિદેશ પ્રવાસ ખાસ પણ છે. કારણ કે 66 વર્ષ પછી પહેલીવાર હશે જ્યારે ભારતના કોઈ વડાપ્રધાન જાપાનના હિરોશિમા શહેરમાં જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા 1957માં પંડિત જવાહરલાલ નહેરુ હિરોશિમા ગયા હતા. હિરોશિમા શહેરમાં વડાપ્રધાન મોદીની હાજરી ખાસ બની રહેશે.
આ પણ વાંચો:
હિરોશિમા દુનિયાનું પહેલું શહેર છે જ્યાં ઇતિહાસનો પહેલો અને છેલ્લો પરમાણુ હુમલો થયો હતો. હિરોશિમા શહેરમાં વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. સમિટ પછી તેઓ G7 નેતાઓ સાથે પીસ મેમોરિયલ પાર્કમાં પણ જશે. આ પાર્ક ન્યુક્લિયર અટેકના પીડિતોની યાદીમાં બનાવવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન તેમજ અન્ય દેશોના નેતાઓ સાથે સંબંધો પર ચર્ચા કરશે. શક્યતા એવી પણ છે કે કવાડ દેશોના નેતાઓની બેઠક પણ હિરોશિમામાં જ યોજાય જાય. આ બેઠક પહેલા સીડનીમાં થવાની હતી પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સિડનીનો પ્રવાસ રદ કરી ચૂક્યા હતા જના કારણે બેઠક થઈ શકે નહીં. હવે હિરોશિમામાં આ દેશોના નેતાઓની હાજરી હશે તેથી કવાડની બેઠક પણ અહીં થઈ જાય તેવા એંધાણ છે.
વડાપ્રધાન મોદી G7 સમિટ પછી પાપુઆ ન્યુ ગીની જશે અહીં તેઓ થોડા કલાકોનું રોકાણ કરશે અને પછી 22 મીના રોજ ઓસ્ટ્રેલિયા રવાના થઈ જશે. આમ વડાપ્રધાન મોદી તેમના વિદેશ પ્રવાસ દરમિયાન જાપાન સહિત ત્રણ દેશોની મુલાકાત લેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે