Love Story: 36 વર્ષના દુલ્હેરાજા અને 82 વર્ષની દુલ્હન...ઈન્ટરવ્યુમાં કર્યાં લગ્નજીવન પર ચોંકાવનારા ખુલાસા

બ્રિટનનું આ એક કપલ હાલ દુનિયાભરમાં ખુબ ચર્ચામાં આવી ગયું છે. વાત જાણે એમ છે કે આ કપલની ઉંમરમાં 45 વર્ષનું અંતર છે. દુલ્હાની ઉંમર 36 વર્ષની છે જ્યારે દુલ્હનની ઉંમર 82 વર્ષની છે. 

Updated By: Dec 1, 2021, 02:15 PM IST
Love Story: 36 વર્ષના દુલ્હેરાજા અને 82 વર્ષની દુલ્હન...ઈન્ટરવ્યુમાં કર્યાં લગ્નજીવન પર ચોંકાવનારા ખુલાસા

Ajab Gajab News: બ્રિટનનું આ એક કપલ હાલ દુનિયાભરમાં ખુબ ચર્ચામાં આવી ગયું છે. વાત જાણે એમ છે કે આ કપલની ઉંમરમાં 45 વર્ષનું અંતર છે. દુલ્હાની ઉંમર 36 વર્ષની છે જ્યારે દુલ્હનની ઉંમર 82 વર્ષની છે. બ્રિટનનું આ કપલ લગ્ન કરી ચૂક્યું છે. લગ્ન બાદ પહેલીવાર આ કપલ એક સાથે ટીવી સ્ટુડિયોમાં ઈન્ટરવ્યું આપવા પહોચ્યું હતું. અહીં તેમણે પોતાની સેક્સ લાઈફ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા. 

ઈજિપ્તના 36 વર્ષના મોહમ્મદે 82 વર્ષની આઈરિસ સાથે લગ્ન કર્યા છે. જ્યારે આ કપલ એક સાથે ટીવી સ્ટુડિયો પહોંચ્યું તો આ  બંનેએ પોતાના એજ ગેપ, રિયુનિયન તથા સેક્સ લાઈફ વિશે મજેદાર ખુલાસા કર્યા. પોતાની સેક્સ લાઈફ વિશે આઈરિસ જણાવે છે કે તે મોહમ્મદ સાથે ખુબ ખુશ રહે છે. પહેલીવાર મોહમ્મદ સાથે સોફા પર બેઠેલી 82 વર્ષની આઈરિસ ખુબ જ રોમાંચિત જોવા મળી હતી. અત્રે જણાવવાનું કે આ બંને ટીવી શોમાં અગાઉ પણ આવી ચૂક્યા છે. પરંતુ પહેલા વિઝા સંલગ્ન મુશ્કેલીઓના કારણે એકલા આવતા હતા. ગત મહિને જ મોહમ્મદ તેની પત્ની સાથે રહેવા માટે ઈજિપ્તથી આવી ગયો છે. 

36 વર્ષના યુવકે 82 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન
અત્રે જણાવવાનું કે 82 વર્ષની આઈરિસ પેન્શન મેળવે છે. આ જ કારણે લોકો મોહમ્મદના પ્રેમ પર સવાલ ઉઠાવતા રહે છે. બંનેની ઉંમરમાં 45 વર્ષનું અંતર છે. આ એજ ગેપને લઈને કપલે ખુબ આલોચનાનો સામનો પણ કર્યો છે. આ આલોચના પર મોહમ્મદનું કહેવું છે કે આઈરિસને મેળવીને તે જાણે હવામાં ઉડી રહ્યો હોવાનું ફીલ કરે છે. તેણે જણાવ્યું કે જ્યારે ગત મહિને ખબર પડી કે હું આઈરિસને મળવા જઈ રહ્યો છું તો રસ્તા પર જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. ત્યારે મને કેટલાક લોકો પાગલ સમજતા હતા. પરંતુ કોઈ એ નહતું સમજી શકતું કે આખરે હું મારી પત્નીને મળવા જઈ રહ્યો છું. 

હાય હાય..પત્ની ભોજનમાં માસિક ધર્મનું લોહી ભેળવી પતિને ખવડાવતી હતી, પછી જે થયું જાણી હચમચી જશો

જ્યારે મોહમ્મદ બ્રિટન પહોંચ્યો તો બંનેએ એરપોર્ટ પર જ એક બીજાને ગળે લગાવ્યા હતા. જેના પર 82 વર્ષની આઈરિસ કહે છે કે તે પળ મારા માટે ખુબ જ ખાસ હતી. મોહમ્મદ જણાવે છે કે લોકો જ્યારે તેમના પ્રેમ અને રોમાંસ પર સવાલ ઉઠાવે છે ત્યારે તે ખુબ દબાણ મહેસૂસ કરે છે. લોકો કહે છે કે આઈરિસ સાથે હું તેમના પૈસા માટે  છું. મોહમ્મદે કહ્યું કે એ વાત હું કોઈને સમજાવી શકતો નથી કે મારી પાસે કોઈ ચીજની કમી નથી. મે એમબીએ કર્યું છે, સારું કમાઈ રહ્યો છું, હું એક અમીર વ્યક્તિ છું અને કાએરોમાં મારી પાસે એક બંગલો છે. હું આઈરિસ સાથે તેના પૈસા માટે નથી. 

એક બીજા વગર જીવવાનું થયું હતું મુશ્કેલ
બીજી બાજુ મોહમ્મદ સાથે પહેલીવાર ઈન્ટરવ્યુ આપવા માટે આવેલી આઈરિસ ખુબ ખુશ જોવા મળી હતી. આ અગાઉ બંને ફોન પર જ વાત કરતા હતા. મોહમ્મદે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે લોકડાઉન અને વિઝા ન મળવાના કારણે બંનેને મળવામાં ખુબ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. તેણે કહ્યું કે અમારા માટે દૂર રહીને જીવવું મુશ્કેલ બન્યું હતું. ફોન પર વાત કરવી અને ગુડ નાઈટ કહેવું હવે બોરિંગ બન્યું હતું. આઈરિસ કહે છે કે તે હંમેશાથી વાટ જોઈ રહી હતી કે આ દિવસ જલદી આવે. હવે તે ખુબ ખુશ છે. 

USA: શાળામાં વિદ્યાર્થીએ 5 મિનિટમાં 15 થી 20 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરતા 3 વિદ્યાર્થીઓના મોત, અનેક ઘાયલ

આઈરિસે જણાવ્યું કે પ્રેમ એક એવી ચીજ છે જે બધાને જીતી લે છે. આઈરિસના જણાવ્યાં મુજબ મોહમ્મદ ખુબ જ સ્વચ્છતાવાળો વ્યક્તિ છે. તે ક્યારેય ઘરમાં ગંદકી ફેલાવતો નથી અને તે ચા બનાવીને પીવડાવે છે. બંને હવે એક સાથે તેમની પહેલી ક્રિસમસ ઉજવવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. મોહમ્મદ કહે છે કે તે હંમેશા માટે આઈરિસ સાથે રહેવા અંગે વિચારી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube