2 મહિનાથી ગુમ Jack Ma આવ્યા દુનિયા સામે, જાણો શું કહ્યું
તમને જણાવી દઇએ અલીબાબાના સંસ્થાપક જૈક મા (Jack Ma) ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે થયેલા વિવાદ બાદ ગુમ હતા અને લગભગ 2 મહિનાથી જોવા મળ્યા ન હતા. ત્યા
Trending Photos
બીજિંગ: ચીનના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ જૈક મા (Jack Ma) લગભગ 2 મહિના સુધી ગુમ રહ્યા બાદ અચાનક દુનિયા સામે આવી ગયા છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સ (Global Times)એ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જૈક મા ચીનના ગ્રામીણ શિક્ષકોની સાથે ઓનલાઇન વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે.
2 મહિનાથી ગુમ હતા જૈક મા
તમને જણાવી દઇએ અલીબાબાના સંસ્થાપક જૈક મા (Jack Ma) ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) સાથે થયેલા વિવાદ બાદ ગુમ હતા અને લગભગ 2 મહિનાથી જોવા મળ્યા ન હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવતું હતું કે ચીને તેમની ધરપકડ કરી લીધી છે અથવા પછી નજરબંધ કરીને રાખવામાં આવ્યા છે.
'ઇંગ્લિશ ટીચરથી બન્યા બિઝનેસમેન'
ગ્લોબલ ટાઇમ્સએ જૈક માનો વીડિયો શેર કરતાં તેમણે ઇંગ્લિશ ટીચરથી બિઝનેસમેન બનવા વિશે જણાવ્યું. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું 'ઇંગ્લિંશ ટીચરથી બિઝનેસ બનનાર અલીબાબાના સંસ્થાપક જૈક મા એ બુધવારે વીડિયો લિંકના માધ્યમથી દેશના 100 ગ્રામીણ શિક્ષકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે 'અમે કોવિડ 19 મહામારી ખતમ થયા બાદ ફરીથી મળશે.'
છેલ્લે નવેમ્બરમાં આવ્યા હતા નજર
જૈક મા (Jack Ma) ગત નવેમ્બરથી કોઇપણ સાર્વજનિક ઇવેન્ટ અથવા ટીવી શોમાં જોવા મળ્યા નહી, ત્યારબાદ તેમના ગાયબ થયાના સમાચાર સામે આવવા લાગ્યા. ચીની મીડિયા ધ એશિયા ટાઇમ્સ (The Asia Times) એ કહ્યું હતું કે જૈક મા (Jack Ma) સરકારી એજન્સીઓની દેખરેખમાં છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી (Chinese Communist Party)ના મુખપત્ર પીપલ્સ ડેલીએ કહ્યું હતું કે જૈક માને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કદાચ તમને ધરપકડ કરી લેવામાં આવી છે કે પછી તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.
#Alibaba founder Jack Ma Yun @JackMa, the English teacher turned entrepreneur, met with 100 rural teachers from across the country via video link on Wednesday. “We’ll meet again after the [COVID-19] epidemic is over,” he said to them: report pic.twitter.com/oj2JQqZGnI
— Global Times (@globaltimesnews) January 20, 2021
જૈક મા અને જિનપિંગ વચ્ચે વિવાદ
જૈક મા (Jack Ma)એ ચીની સરકારને અપીલ કરી હતી કે સિસ્ટમમાં એવો ફેરફાર કરવામાં આવે જે બિઝનેસમાં નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયત્નને દબાવવાનો પ્રયત્ન ન કરે. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને 'ઘરડાંની ક્લબ' ગણાવી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જૈક માનું આ ભાષણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને ગમ્યું ન હતું. ત્યારબાદથી તેમની કંપનીઓને નિશાન બનાવવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે