ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે?

ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે?
  • કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામ લીધાં વગર જ કૉંગ્રેસનાં લોકોની રાક્ષસ સાથે સરખામણી કરી
  • રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે

હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગરના કલોલમાં આરોગ્ય કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમણે વિરોધીઓને ભરપૂર ચાબખા માર્યા. તેમણે કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે કોરોનાની રસી આવી એની સાથે જ હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો આવી ગયા છે. પહેલાંના સમયમાં પણ આવા રાક્ષકો હતા, હાલ પણ છે. ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોણ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઈશારો કોના તરફ છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસના નેતાઓને પંચાતિયા ગણાવતાં કહ્યું કે, 'વેક્સીન અમે પહેલાં લીધી હોત તો પણ તેઓ વિરોધ કરત. નથી લીધી તો કોંગ્રેસના પંચાતિયા કહે છે કે કેમ ના લીધી? આમ, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યંમત્રીનો રમૂજી તથા કટાક્ષભર્યો અંદાજ જોવા મળ્યો. 
 
તેમણે કાર્યક્રમમાં કૉંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, કૉંગ્રેસનાં સમયમા ગરીબોને સારવાર ન્હોતી મળતી. ગરીબો સારવાર વગર જ ગુજરી જતા હતા. સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતા. કૉંગ્રેસે ગરીબો માટે કંઇ કામ કર્યું નથી. આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજના થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે. તો ગાંધી પરિવાર પર નાયબ મુખ્યમંત્રીએ પ્રહારો કર્યાં કે, કૉંગ્રેસે એક પરિવારને જ આપ્યું છે. પહેલા દાદા પુત્ર પૌત્ર અને હવે ભાણિયા અને ભત્રીજાને આપી રહી છે. વધી પડે તો ઇટાલી જઇ આવે. 

સુરતમાં વધુ એક નેતાએ જમણવાર યોજીને સોશિયલ ડિસ્ટન્સનો કર્યો તમાશો, Video

તો બીજી તરફ, ચાલુ સ્પીચમાં નીતીનિ પટેલનું માઈક બગડ્યું હતું. ત્યારે રમૂજી અંદાજમાં તેમણે કલોલના લોકો વચ્ચે કહ્યું હતું કે, આ હૉસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હૉસ્પિટલમાં આવશે અને સાજા થઈને જશે. આમ પણ હુ હોવ ત્યાં કંઇ બાકી ન રહે. કલોલ માટે નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, હું કલોલનું મારા મહેસાણા અને કડી જેટલું જ ધ્યાન રાખું છું. કલોલવાળા તમે ધ્યાન રાખો કે ન રાખો હુ રાખું છું. મેં ઘણા રોડ સારા બનાવ્યા છતાંય કલોલનાં લોકો ભૂલા પડી જાય છે. હવે ભૂલા ન પડતા. હું તો પાડોશી છું, કડીનો છું, મારી પાસે હકથી માંગી શકો છો. તમે વારંવાર ભૂલા પડી જાઓ છો, હવે આપણે સાથે ચાલવાનું છે. મહેસાણાવાળાની છાતી ગજગજ ફૂલે છે કે નરેન્દ્ર મોદીના જિલ્લાના છે. તમારે છાતી ગજગજ ફુલાવાની કે અમારા સાંસદ અમિત શાહ છે. 

ધોળકા મામલતદાર અને વચેટીયો 25 લાખની લાંચ લેતા પકડાયા, ખેડૂત બતાવવા માંગ્યા હતા 75 લાખ 

નીતિન પટેલે કાર્યકર્તાઓને સ્ટેજ પરથી ટકોર કરી હતી કે, અંદરોઅંદર ખેંચાખેચી ના કરતા. બધાએ સાથે રહેવાનું છે. આજે ઢોલ વાગ્યા એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા પણ વગાડજો. પછી ‘આ આવ્યો અને ના આવ્યો... મને બોલાવ્યો, ન બોલાવ્યો...’ એવુ ના કરતા. 

કલોલમાં આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાયું છે. જેમાં OPD વિભાગ, IPD વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ હશે. અંદાજીત 3 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે. જેમાં સાંસદ અમિત શાહ તરફથી વધારાના 72 લાખના સાધનો હોસ્પિટલને પ્રાપ્ત થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news