'જગત જમાદાર' અમેરિકા રશિયા મુદ્દે ભારત સામે નતમસ્તક, કરી રહ્યું છે એવું વિનંતી કે..., તમને ગર્વ થશે!

ભારત રશિયા-યુક્રેન મુદ્દે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ રશિયાના હુમલાની નિંદા સાથે જોડાયેલા અનેક પ્રસ્તાવો પર મતદાન થયું, જેમાં ભારતે તટસ્થ વલણ અપનાવી રાખ્યું છે.

'જગત જમાદાર' અમેરિકા રશિયા મુદ્દે ભારત સામે નતમસ્તક, કરી રહ્યું છે એવું વિનંતી કે..., તમને ગર્વ થશે!

નવી દિલ્હી: યુક્રેન-રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરવા માટે અમેરિકા ભારત સાથે સતત વાતચીત કરી રહ્યું છે. અમેરિકાએ ફરી એકવાર જણાવ્યું છે કે તે રશિયન આક્રમણ વિરુદ્ધ ઉભા રહેવા માટે ભારતના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે તે ભારતીય નેતાઓને રશિયન આક્રમણ સામે સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, 'તમે જાણો છો કે અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમની ઘણી ચેનલો દ્વારા ભારતના નેતાઓના સંપર્કમાં છીએ. અમે ભારતીય નેતાઓને રાષ્ટ્રપતિ પુતિનના યુક્રેન પરના આક્રમણ સામે એકસાથે ઊભા રહેવા માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખ્યું છે.

ભારત રશિયા-યુક્રેન મુદ્દે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ રશિયાના હુમલાની નિંદા સાથે જોડાયેલા અનેક પ્રસ્તાવો પર મતદાન થયું, જેમાં ભારતે તટસ્થ વલણ અપનાવી રાખ્યું છે. ભારત દર વખતે એવું કહે છે કે આ મુદ્દાને રાજદ્વારી વાતચીતથી ઉકેલવો જોઈએ.

અમેરિકા પણ સમજે છે કે ભારત રશિયા પર પોતાના સંરક્ષણ હથિયારોને લઈને નિર્ભર છે. ભૂતકાળમાં અમેરિકા તરફથી આવા અનેક નિવેદનો સામે આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે રશિયાને લઈને ભારતની મજબૂરીને સમજે છે. એ વાત પણ નોંધનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં વ્યૂહાત્મક સહયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે.

ગત અઠવાડિયે યુએસ સંસદમાં યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ જોન ક્રિસ્ટોફર એક્વિલિનોએ ભારતને એક મોટો ભાગીદાર ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત-યુએસ સૈન્ય સંબંધો કદાચ અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ સ્તરે છે.

તેમણે જણાવ્યું કે, "એક અમેરિકન તરીકે મને લાગે છે કે જ્યારે અમે હિન્દ પ્રશાંતમાં અમારી વ્યૂહરચના વિશે વિચારીએ છીએ ત્યારે ભારત અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે," હવે તે જોવાનું પણ જરૂરી છે કે અમે કેવા પ્રકારની ભાગીદારી બનાવી રહ્યા છીએ અને આપણે આપણા સંભવિત પ્રતિસ્પર્ધીઓનો કેવી રીતે સામનો કરી રહ્યા છીએ.

હિન્દ-પ્રશાંત સુરક્ષા બાબતોના સહાયક રક્ષા સચિવ એલી રેટનરે પણ ભારત-રશિયા સંબંધોને ધ્યાનમાં રાખીને રુસ-યુક્રેન યુદ્ધ પર ભારતના તટસ્થ વલણ અંગે સમજદાર નિવેદન આપ્યું છે. તેમણે સંસદમાં સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોને સંબોધતા જણાવ્યું હતું કે, "અમે સમજીએ છીએ કે ભારતનો રશિયા સાથે એક જટિલ ઇતિહાસ અને લાંબા સમયથી સંબંધ છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news