Osama ની મોત પહેલાંની છેલ્લી 38 મિનિટમાં શું થયું હતું? જાણો અમેરિકાએ કઈ રીતે કર્યો હતો લાદેનનો ખાતમો

લાદેન પાકિસ્તાનના અબોટાબાદમાં છુપાયેલો હતો. તે જાણ અમેરિકાની ખૂફિયા એજન્સીને હતી. પણ એજન્સી પાસે ઓસામા ત્યાં હાજર હોય તેવા કોઈ પુરાવા ન હતા. આ પહેલાં પણ અમેરિકા લાદેનને મારવા માટે ઓપરેશન કરી ચુક્યું હતું. પણ તેમાં અમેરિકાને નિરાશા હાથ લાગી હતી. તેવામાં પાકિસ્તાનની સરકારને જાણ કર્યા વગર અમેરિકાએ આ ઓપરેશન હાથ ધરવાના પ્લાન બનાવ્યો હતો. ઓપરેશનને અંજામ આપવા પહેલાં અમેરિકાનએ કોઈ પણ ગડબડથી બચવાની પુરી તૈયારી કરી રાખી હતી.

Osama ની મોત પહેલાંની છેલ્લી 38 મિનિટમાં શું થયું હતું? જાણો અમેરિકાએ કઈ રીતે કર્યો હતો લાદેનનો ખાતમો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓસામા બિન લાદેન સામેના ઓપરેશનને એક દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે, પણ હજુ સુધી તે રાતનું સંપૂર્ણ સત્ય હજુ સુધી સામે નથી આવ્યું. મિશન લાદેન કામયાબ તો થયો પણ આખેર ઓપરેશનના તે 38 મિનીટમાં અબોટાબાદની હવેલીમાં શું થયું હતું આ તો માત્ર એ લોકો જ જાણે છે. જે લોકો આ ઓપરેશનનો ભાગ હતા.અબોટાબાદમાં પહેલી મેના '38 મિનીટ' દુનિયા માટે ખૂબ જ મહત્વપુર્ણ છે. આ 38 મિનીટોમાં ઓપરેશન લાદેનને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઓપરેનના 38 મિનિટનો ઘટનાક્રમ ઘણા લોકો નથી જાણતા. ત્યારે, અમે તમારા માટે આ ઓપરેશનને લઈને અનેક એવી વાતો જણાવવા જઈ રહ્યા છે. જે ઘણા લોકોને નહિ ખબર હોય.

આ ઓપરેશનમાં 23 સીલ કમાન્ડો સાથે બીજા 2 લોકો પણ સામેલ હતા. મિશન લાદેનમાં અમેરિકી કમાન્ડો સાથે 1 પાકિસ્તાની મૂળનો નાગરિક હતો. જેનું નામ અહમદ હતું અને તે એક ટ્રાન્સલેટર હતો. અહમદનું કામ ઓસામાની બાજુમાં રહેતાં સ્થાનિકો સાથે વાતચીત કરવાનું હતું. જેથી તે લોકોને તે ઘરથી દૂર રહેવાની ચેતવણી આપી શકે. સાથે જ બેલ્જિયન મોલિનૉઈસ બ્રિડનો સ્વાન જેનું નામ કાઈરો હતું. અને કાઈરો આ ઓપરેશનનો મહત્વપુર્ણ મેમ્બર હતો. અમેરિકી સુરક્ષા એજન્સીને લાદેનના કામ કરવાની પદ્ધતિ વિશે ખબર હતી. લાદેન ક્યાંક ભાગી નહિં જાય તેના માટે કાઈરોને આ મિશનનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જેથી તે સુંઘીને મકાનમાં કોઈ ખૂફિયા રસ્તો હોય તો શોધી શકે.

લાદેન પાકિસ્તાનના અબોટાબાદમાં છુપાયેલો હતો. તે જાણ અમેરિકાની ખૂફિયા એજન્સીને હતી. પણ એજન્સી પાસે ઓસામા ત્યાં હાજર હોય તેવા કોઈ પુરાવા ન હતા. આ પહેલાં પણ અમેરિકા લાદેનને મારવા માટે ઓપરેશન કરી ચુક્યું હતું. પણ તેમાં અમેરિકાને નિરાશા હાથ લાગી હતી. તેવામાં પાકિસ્તાનની સરકારને જાણ કર્યા વગર અમેરિકાએ આ ઓપરેશન હાથ ધરવાના પ્લાન બનાવ્યો હતો. ઓપરેશનને અંજામ આપવા પહેલાં અમેરિકાનએ કોઈ પણ ગડબડથી બચવાની પુરી તૈયારી કરી રાખી હતી.

અમેરિકાનો એક્શન પ્લાનઃ
1 મે, 2011ની રાત્રે 11 વાગ્યે અફઘાનિસ્તાનના જલાલાબાદ એરફિલ્ડ પર બે MH60 બ્લેક હોક હેલિકોપ્ટર ઉડાન ભરવા માટે તૈયાર હતા. આ બંને હેલિકોપ્ટરમાં સવાર હતા દુનિયાના સૌથી ખતરનાક ઓપરેશનને અંજામ આપનારા યુએસ નેવી સીલ ટીમ સિક્સના 23 કમાન્ડો. તેમની સાથે હેલિકોપ્ટરમાં પાકિસ્તાની ટ્રાન્સલેટર અહમદ અને સ્નીફર ડૉગ કાઈરો પણ હાજર હતો.

હેલિકોપ્ટરની હેડલાઈટ બંધ હતી અને પાયલટે નાઈટ વિઝન ચશ્મા પહેર્યા હતા. રેડિયો સેટના અવાજની તિવ્રતા પણ ઓછી કરવામાં આવી હતી અને અંદર બેઠેલા તમામ લોકો પણ શાંત હતા. 15 મિનિટ બાદ હેલિકોપ્ટર પહાડોમાંથી ઉડીને પાકિસ્તાનની સીમામાં પ્રવેશ્યું. પાકિસ્તાની રડાર આ બંને હેલિકોપ્ટરને ટ્રેસ ના કરી શક્યું હતું. કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે, પાકિસ્તાની રડાર ભારતથી જોડાયેલી સીમા પર વધારે ધ્યાન આપતું હોય છે. જેથી અફઘાન બોર્ડર તરફથી આવતા આ હેલિકોપ્ટરને કોઈ રડાર પકડી ના શક્યું.

અમેરિકાની મિશન માટેની તૈયારીઃ
અબોટાબાદ પાકિસ્તાનની રાજધાનીથી 134 કિલોમીટર દૂર આવેલું નાનકડું શહેર છે. જે ઓસામાને શોધવા માટે અમેરિકાએ અરબો રૂપિયાનો ધૂમાડો કરી નાખ્યો હતો. તે ઓસામા અબોટાબાદની હવેલીમાં રહેતો હતો. અમેરિકા આવવા મિશન ઘણા બધા કરી ચુકી હતી. પણ આ મિશન ખાસ હતું. કેમ કે આ મિશન અમેરિકાના સૌથી મોટા દુશ્મન ઓસામાને મારવા માટેનું હતું. અમેરિકા આ ઓપરેશનમાં કોઈ રિસ્ક નહોતું લેવા માંગતું. જેથી જલાલાબાદ એરફિલ્ડથી 4 હેલિકોપ્ટર ઉડ્યા હતા. જેમાંથી બે હેલિકોપ્ટર પાકિસ્તાન-અફઘાન બોર્ડર પર હતા. જેથી અબોટાબાદમાં કોઈ પણ તકલીફ આવે તો આ હેલિકોપ્ટર ત્યાં મદદ માટે પહોંચી શકે.

અબોટાબાદ પહોંચ્યા અમેરિકી સૈનિકઃ
નેવી સીલના કમાન્ડોના હેલિકોપ્ટર અબોટાબાદના ઠેકાણે પહોંચ્યા હતા. લાદેનના ઠેકાણે પહોંચતા પ્રથમ હેલિકોપ્ટરમાં કમાન્ડો તૈયાર થવા લાગ્યા. ત્યારે, જ હેલિકોપ્ટર પરનું નિયંત્રણ પાયલટ ગુમાવવા લાગ્યો હતો. જેથી અંદર બેઠેલા લોકોને ખબર પડી કે હવે હેલિકોપ્ટર ક્રેશ થવાનું છે. તેમ છતા નેવી સીલ કમાન્ડો હેલિકોપ્ટરમાંથી ઉતર્યા. પહેલાં હેલિકોપ્ટરમાંથી 12 કમાન્ડો મકાન પર ઉતર્યા. બીજા હેલિકોપ્ટરમાંથી 4 નેવી સીલ કમાન્ડો, ટ્રાન્સલેટર અને શ્વાન કાઈરો મકાનની બહાર ઉતર્યા. બાકીના 6 કમાન્ડો ઓસામાના મકાનના છત પર ઉતર્યા.

અબોટાબાદના ઓસામાના મકાનમાં ઘૂસ્યા સીલ કમાન્ડોઃ
સૌ પ્રથમ નેવી સીલ કમાન્ડો બાઉન્ડ્રી કુદીને ઓસામાના ઘરની અંદર પહોંચ્યા અને પછી જે જગ્યા પર કમાન્ડો પહોંચ્યા ત્યાં લાગેલા દરવાજાને ઓછા અવાજવાળા વિસ્ફોટકથી ઉડાવી દિધો હતો. ઘરની અંદર તેમને વધુ એક ગેટ મળ્યો, જેને પણ વિસ્ફોટકથી ઉડાવી દેવાયો. મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર નેવી સીલ કમાન્ડોઝનું પહેલું એન્કાઉટર થયું લાદેનના કુરિયર બોય અબૂ અહમદ અલ કુવૈતી સાથે. અમેરિકી કમાન્ડોએ અબૂને ગોળી મારી ત્યાં જ ઠાર માર્યો. હવે સીલ કમાન્ડો 3-3ની ટીમમાં વેંચાઈ ગયા હતા. જેમનું કામ હતું અંદરના રસ્તા સાફ કરવાનું. જેથી છત પર ઉતરેલી કમાન્ડોની ટીમનું કામ આસાન થાય. અમેરિકી કમાન્ડોને લાગ્યું હતું કે, અંદર મોટી સંખ્યામાં લોકો હાજર હશે. એક ટીમ ઘરના મેઈન ગેટ પાસે પહોંચી. જ્યાં, તેમનો સામનો અબરાર સાથે થયો. જેના હાથમાં AK 47 હતી. પણ ગણતરીની મિનિટોમાં જ અમેરિકી કમાન્ડોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

મકાનની બહાર પણ એક ટીમ તૈનાત હતી. જેમનું કામ હતું બહારની ગતિવિધી પર ધ્યાન રાખવાનું. ટ્રાન્સલેટર અહમદ ઘરની બહાર સાદા કપડામાં ફરી રહ્યો હતો. જેથી લોકોને લાગે કે તે સ્થાનિક પોલીસ છે. અહમદનું કામ હતું આજુ-બાજુના લોકોને સાંચવવાનું. ઓપરેશનના પ્રથમ 15 મિનિટમાં કોઈ તકલીફ ન પડી. જોકે, બાદમાં અવાજ સાંભળીને કેટલાક પાડોશી બહાર આવ્યા હતા. પણ અહમદે લોકોને પશ્તો ભાષામાં સમજાવ્યા કે, ત્યાં પોલીસ ઓપરેશન ચાલી રહ્યું છે એટલે લોકો પોતાના ઘરમાં જતા રહે. બીજી તરફ સીલ કમાન્ડો ઓસામાને શોધી રહ્યા હતા. એક એક કરીને નેવી સીલના કમાન્ડોએ ઓસામાના સહયોગીઓને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા. પરંતુ, તેમને ઓસામા હાથે લાગી રહ્યો ન હતો. ગ્રાઉન્ડ ફ્લોરને પુરી રીતે સર્ચ કર્યા બાદ કમાન્ડો પહેલાં ફ્લોર પર પહોંચ્યા હતા. પણ અમેરિકી કમાન્ડોને શંકા ગઈ કે ઓસામા અહિં હાજર નથી. કેમ કે, અહિં સિક્યોરિટી ખૂબ જ ઓછી હતી. કમાન્ડોને શંકા હતી કે, આટલી ઓછી સંખ્યામાં સિક્યોરીટી હોય તો ઓસામા અહિં નહીં હોય. દરેક ફ્લોરની પગથિયાઓ પર દરવાજા હતા. જે દરવાજાઓને કમાન્ડો વિસ્ફોટકથી ઉડાવી રહ્યા હતા.

આખરે મળ્યો ઓસામાઃ
નેવી સીલ કમાન્ડોની ટીમ ઓસામાની શોધમાં ત્રીજા માળના પગથિયા પર પહોંચી હતી. તે સમયે સીલ ટીમના કમાન્ડોએ નાઈટવિઝન ચશ્માંથી જોયું કે, ત્રીજા ફ્લોરના દરવાજા પાછળથી કોઈ શખ્સ તેમને જોઈ રહ્યો છે. આ લાંબી દાઢી વાળો શખ્સ બીજુ કોઈ નહીં પણ ઓસામા હતો. ઓસામાને જોઈ કમાન્ડો તેજીથી ઉપર પહોંચ્યા અને રૂમમાં પ્રવેશ્યા. જ્યાં, ઓસામાની આગળ તેની બે પત્નીઓ ઉભી હતી. જેમાંથી ઓસામાની બીજી પત્ની અમ્માલ જોર જોરથી બુમો પાડી રહી હતી. જેથી એક કમાન્ડોએ તેના પગે ગોળી મારી. ત્યારબાદ, કમાન્ડોને લાગ્યું કે બંને પત્ની માનવ બોમ્બ પણ હોઈ શકે છે. જેથી બે કમાન્ડોએ ધાબળાથી બંનેને કવર કરી લીધી હતી. એટલે જો બોમ્બ વિસ્ફોટ થાય તો પણ બે જ કમાન્ડો મરે અને બીજા કમાન્ડો ઓસામાને મારી નાંખે. જો કે આવું કઈ થયું ન હતું.

સીલ કમાન્ડોની ટીમે 5.56 MMની બૂલેટથી લદાયેલી M4 ગનનો નિશાનો ઓસામા પર શાધ્યો અને તેને ગોળી મારી. પ્રથમ ગોળી તેના છાતીના ભાગે મારવામાં આવી પછી બીજી ગોળી તેના માથાના ભાગે, બે આંખો વચ્ચે મારવામાં આવી. અને લાદેને ત્યાં જ દમ તોડ્યો. નેવી સીલ કમાન્ડોએ ઓસામાને ગોળી માર્યા બાદ વોશિંગટનમાં બેઠેલા લોકોને કોડ મસેજ આપ્યો. કોડ મેસેજ હતો જેરીનિમોં ઈકિયા, એટલે લાદેન માર્યો ગયો. 9/11ના 7 વર્ષ 7 મહિના અને 20 દિવસ બાદ અમેરિકા પોતાના સૌથી મોટા દુશ્મનથી બદલો લઈ લીધો હતો.

અમેરિકાએ અજ્ઞાત સ્થળે દફનાવી ઓસામાની લાશઃ
અમેરિકી સેનાએ માનવતા દાખવી. ઓસામાની લાશને પુરા ઈસ્લામિક રિતી રિવાજો સાથે લાશને અજ્ઞાત સ્થળે દફન કરવાની વિધી કરી હતી. ઓસામાને અજ્ઞાત સ્થળે એટલે દફન કરવામાં આવ્યો કે, જેથી જે તે સ્થળ આતંકીઓ માટે કોઈ ઐતિહાસિક સ્થળનું પ્રતિક ના બને. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news