ભારતીય રાજકીય કુનેહની મોટી સફળતા, અમેરિકાએ પણ છેવટે ઝુકવું પડ્યું

ભારતને મળી મોટી સફળતા, અમેરિકાએ પ્રતિબંધ હટાવતાં રશિયાથી ખરીદી શકશે આધુનિક હથિયાર

ભારતીય રાજકીય કુનેહની મોટી સફળતા, અમેરિકાએ પણ છેવટે ઝુકવું પડ્યું

વોશિંગ્ટન : ભારતની વર્તમાન મોદી સરકારની વિદેશી કૂટનીતિને મોટી સફળતા મળી છે. વિશ્વ જમાદાર કહેવાતા અમેરિકા જેવા દેશે પણ ભારત સામે ઝુકવું પડ્યું છે. અગાઉ લદાયેલ પ્રતિબંધ ઉઠાવી લેવા પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેને પગલે હવે ભારત રશિયા પાસેથી આધુનિક હથિયારો ખરીદી શકશે. 

અમેરિકાએ ભારત સાથેના સંબંધોમાં સુધાર અને રક્ષા ભાગીદારી પર મહોર મારતાં ભારતને રાહત માટેનો રસ્તો આસાન થયો છે. અમેરિકી સંસદે રાષ્ટ્રીય રક્ષા વિધેયક 2019 પસાર કરી સીએએટીએસ કાયદા અંતર્ગત ભારત વિરૂધ્ધ પ્રતિબંધ લાદવાની આશંકાને ખારીજ કરતો રસ્તો નીકાળ્યો છે. પ્રતિબંધો દ્વારા અમેરિકાના વિરોધીઓ વિરુદ્ધ કાર્યવાહી કાયદા (સીએએટીએસએ) હેઠળ તે દેશો સામે પ્રતિબંધ લગાવવામાં આવે છે જે રશિયા પાસેથી મહત્વપૂર્ણ રક્ષા ઉપકરણોની ખરીદી કરે છે. અમેરિકી કોંગ્રેસના સેનેટે 2019 નાણાકીય વર્ષ માટે જોન એસ મેક્કૈન નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ (એનટીએએ) (રક્ષા વિધેયક) ગઈ કાલે 10 મતોની સરખામણીએ 87 મતોથી પસાર કરી દેવામાં આવ્યો. 

એએટીએસએની જોગવાઈ 231ને સમાપ્ત કરવાની વાત કરાઈ
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ વિધેયક ગત સપ્તાહે પસાર થઈ ચૂક્યું છે. હવે તેને કાયદામાં ફેરવવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર માટે વ્હાઈટ હાઉસ મોકલવામાં આવશે. આ વિધેયકમાં સીએએટીએસએની જોગવાઈ 231ને સમાપ્ત કરવાની વાત કરવામાં આવી છે. વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય રહેલા જોસુઆ વ્હાઈટે પીટીઆઈને જણાવ્યું કે સીએએટીએસએની નવી સંશોધિત જોગવાઈઓને કાયદાકીય સ્વરૂપ મળ્યા બાદ ભારત માટે રશિયા પાસેથી એસ-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવી સરળ બની જશે. 

સીએએટીએસએ હેઠળ પ્રતિબંધોમાંથી છૂટ આપી શકે છે અમેરિકા
જો કે તેમનું કહેવું છે કે કાયદાકીય ભાષા ખુબ કઠોર લાગી રહી છે, પરંતુ રશિયા પાસેથી રક્ષા ઉપકરણો ખરીદનારા દેશો વિરુદ્ધ પ્રતિબંધ લગાવતી જોગવાઈઓને ખુબ નરમ બનાવવામાં આવી છે. રક્ષા વિધેયકમાં એક જોગવાઈ છે જે હેઠળ અમેરિકા અને અમેરિકી રક્ષા સંબંધો માટે મહત્વપૂર્ણ ભાગીદારોને રાષ્ટ્રપતિ એક પ્રમાણપત્ર જારી કરીને સીએએટીએસએ હેઠળ પ્રતિબંધોમાંથી છૂટ આપી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news