US: આ યુવતીને સાસુ માટે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસ સાથે રહેવાના મળશે 72 હજાર રૂપિયા

વાયરલ થયેલી જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે અને માત્ર બે દિવસ સુધી નકલી બોયફ્રેન્ડ બનનારી વ્યક્તિને 72 હજાર રૂપિયા આપવામાં આવશે.

US: આ યુવતીને સાસુ માટે જોઈએ છે બોયફ્રેન્ડ, 2 દિવસ સાથે રહેવાના મળશે 72 હજાર રૂપિયા

ન્યૂયોર્ક: અમેરિકામાં રહેતી એક યુવતીએ ભાડા પર બોયફ્રેન્ડ માટે જાહેરાત આપી છે. રસપ્રદ વાત એ છે કે બોયફ્રેન્ડ તેના માટે નહીં પરંતુ તેની સાસુ માટે જોઈએ છે. સોશિયલ મીડિયા સાઈટ રેડિટ પર આ જાહેરાત હાલ વાયરલ થઈ રહી છે અને લોકો ભાત ભાતની કમેન્ટ પણ કરી રહ્યા છે. જાહેરાતમાં લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે. તે પણ માત્ર 2 દિવસ માટે. 

Marriage માં સામેલ થવું પડશે
વાયરલ થયેલી જાહેરાતમાં યુવતીએ લખ્યું છે કે તેને પોતાની સાસુ માટે બોયફ્રેન્ડ જોઈએ છે અને માત્ર બે દિવસ સુધી નકલી બોયફ્રેન્ડ બનનારી વ્યક્તિને 72 હજાર રૂપિયા આપવામાં આવશે. ન્યૂયોર્કની હડસન વેલીમાં રહેતીઆ યુવતીની જાહેરાતમાં કહેવાયુ છે કે મને મારી 51 વર્ષની સાસુ માટે એક સાથીની જરૂર છે જે તેમની સાથે લગ્ન અને ડિનરમાં સામેલ થઈ શકે. બે દિવસ સુધી તેણે મારી સાસુ સાથે રહેવું પડશે જેના માટે તેને એક હજાર ડોલર (લગભગ 72 હજાર રૂપિયા) મળશે. 

Couple ની જેમ રહેવું પડશે
વાત જાણે એમ છે કે યુવતીને એક લગ્ન સમારોહમાં જવાનું છે. જેમાં તે પોતાની સાસુને પણ લઈ જવા માંગે છે. તે ઈચ્છે છે કે આ લગ્ન પાર્ટીમાં સાસુ પણ સુંદર કપડાંમાં એક કપલની જેમ દેખાય. ક્રેગલિસ્ટ પર અપાયેલી જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે સાસુ સફેદ રંગના કપડા પહેરશે. ભાડાના બોયફ્રેન્ડે તેમની સાથે કપલની જેમ દેખાવવાનું નાટક કરવાનું રહેશે. 

બોયફ્રેન્ડની ઉંમરનો પણ કર્યો ઉલ્લેખ
જાહેરાતમાં ભાડાના બોયફ્રેન્ડ બનવા માટે ઉંમરનો પણ ઉલ્લેખ કરાયો છે. યુવતીનું કહેવું છે કે તેને એક એવા વ્યક્તિની જરૂર છે જેની ઉંમર 40 વર્ષથી 60 વર્ષની વચ્ચે હોય. તે સારો ડાન્સર હોય અને વાત કરવામાં પણ સારો હોય. રેડિટ પર જાહેરાત વાયરલ થયા બાદ યૂઝર્સ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુવતીએ કમેન્ટમાં લખ્યું કે જ્યારે મે વાંચ્યું તો મે તરત મારા પતિ વિશે વિચાર્યું, જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે આ મુશ્કેલ છે, પરંતુ ક્યારેક ક્યારેક તે ઠીક છે. ખુબ જ યોગ્ય સોદો છે, ભોજન અને મુસાફરની ચૂકવણી અલગથી મળી રહી છે. આનાથી વધુ સારું શું હોઈ શકે?

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news