બાપરે...અહીં ટેણિયાઓ પણ બંદૂકો લઈને ફરી છે! અહીં વસ્તીથી વધુ છે હથિયારો, સરકાર ખુદ આપે છે મંજૂરી

Mass Shooting in USA: અમેરિકામાં ફરીથી અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ટેક્સાસની એક શાળામાં આડેધડ ફાયરિંગમાં 19 વિદ્યાર્થીઓ સહિત કુલ 23 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં બે શિક્ષકોના પણ મોત થયા છે. ઘટના બાદ એફબીઆઈના એજન્ટ્સ પણ શાળાએ પહોંચ્યા અને હાલ તપાસ કરી રહ્યા છે. 

બાપરે...અહીં ટેણિયાઓ પણ બંદૂકો લઈને ફરી છે! અહીં વસ્તીથી વધુ છે હથિયારો, સરકાર ખુદ આપે છે મંજૂરી

ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકાના ટેક્સાસના ઉવાલ્ડે શહેરમાં આ માસ શૂટિંગની ઘટના ઘટી છે. જેણે હાલ આખાય અમેરિકાને હચમચાવી દીધું છે. આ ઘટનામાં 19 વિદ્યાર્થીઓ અને બે શિક્ષક સહિત અન્ય ચાર લોકો સાથે કુલ 23ના મોત થયા છે. મૃતકોમાં હુમલાખોરની દાદી પણ સામેલ છે. 18 વર્ષના હુમલાખોરે રોબ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને નિશાન બનાવી ફાયરિંગ કર્યું. આ ઘટના બપોરના સમયની હોવાનું કહવાય છે જેમાં અચાનક હુમલાખોર કેમ્પસમાં ઘૂસી ગયો હતો. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું હોવાનું કહેવાય છે. રાજ્યપાલે જણાવ્યું કે હુમલાખોર પાસે હેન્ડગન અને કદાચ એક રાયફલ હતી. તેણે શાળાના બે અધિકારીઓને પણ ગોળી મારી જેઓ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ચોંકવનારી વાત એ છે કે શૂટરે બીજા, ત્રીજા ચોથા ધોરણમાં ભણતા માસૂમ ભૂલકાઓને નિશાન બનાવ્યા. આ ઘટનાના પગલે રાષ્ટ્રપતિએ દેશમાં 4 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકાની તમામ સરકારી ઈમારતો, નેવલ સ્ટેશન, મિલેટ્રી પોસ્ટ અને દૂતાવાસોમાં રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકશે. 

આ અગાઉ વર્ષ 2012 સેન્ડી હુક પ્રાથમિક વિદ્યાલયમાં પણ આ પ્રકારે ફાયરિંગની ઘટના ઘટી હતી.  2012ની ઘટનામાં પણ આવી જ રીતે 20 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ બાજુ  પોલીસ ચીફ Pete Arredondo કહ્યું કે Robb Elementary School માં ઘટેલી આ ઘટનામાં 600 બાળકો ભણે છે. આ ઘટનાને અંજામ આપનાર આરોપી પણ આ શાળાનો જ જૂનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. ઘટના પહેલા તેણે ગાડી શાળાની બહાર મૂકી અને ત્યારબાદ બંને ગન લઈને શાળામાં ઘૂસ્યો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ફાયરિંગ થતા જ શાળામાં અફરાતફરી મચી ગઈ અને બાળકો જીવ બચાવવા માટે આમ તેમ ભાગવા લાગ્યા. પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી અને જવાબી કાર્યવાહી શરૂ કરી. જેમાં હુમલાખોર માર્યો ગયો. હુમલાખોરે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો જેમાં 19 વિદ્યાર્થીઓ માર્યા ગયા.

ત્યારે અમેરિકામાં આ ગન કલ્ચર ક્યાંથી આવ્યું તે પણ જાણવા જેવું છે. અમેરિકામાં બંદૂકની સંસ્કૃતિ તે જમાનાથી જ્યારે તે સમયે બ્રિટિશ સરકારનું રાજ હતું. તે સમયમાં પોલીસ અને કોઈ સ્થાયી સુરક્ષા દલ ન હતા. આથી લોકો પોતાની અને પોતાના પરિવારના લોકોની સુરક્ષા જાતે કરતા હતા. જેના માટે હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

અમેરિકામાં ક્યાંથી આવ્યું ગન કલ્ચર?
અમેરિકાનું બંધારણ પોતાના બધા નાગરિકોને બંદૂક રાખવાનો અધિકાર આપે છે. અમેરિકામાં દુકાનો પર બંદૂક તેટલી સરળતાથી મળી જાય છે જેટલી સરળતાથી ભારતમાં ફળો અને શાકભાજી મળી જાય છે. તેનું પરિણામ એ આવ્યું કે છેલ્લાં 50 વર્ષોમાં અમેરિકામાં 14 લાખથી વધારે લોકો બંદૂકથી થનારી હિંસામાં માર્યા ગયા છે.

ગન કલ્ચરની પૃષ્ઠભૂમિ:
અમેરિકામાં બંદૂકની સંસ્કૃતિ તે જમાનાથી જ્યારે તે સમયે બ્રિટિશ સરકારનું રાજ હતું. તે સમયમાં પોલીસ અને કોઈ સ્થાયી સુરક્ષા દલ ન હતા. આથી લોકો પોતાની અને પોતાના પરિવારના લોકોની સુરક્ષા જાતે કરતા હતા. જેના માટે હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. 19મી સદી સુધીમાં અમેરિકાને ખ્યાલ આવી ગયો હતો કે અમેરિકામાં ગન કલ્ચર ક્યારેય શાંતિ સ્થાપિત થવા દેશે નહીં. તેમ છતાં ગન લોબી અને કેટલાંક નેતાઓના દબાણના કારણે તેની સામે ક્યારેય આકરો કાયદો બનાવી શકાયો નહીં. જેના કારણે અમેરિકામાં પ્રતિ દિન સરેરાશ 100 લોકો ગન કલ્ચરના કારણે માર્યા જાય છે. અમેરિકામાં કેટલીક દુકાનો એવી છે જ્યાં અમેરિકાના નાગરિક સરળતાથી બંદૂકનું શોપિંગ કરી શકે છે.

આંકડામાં સમજો અમેરિકાનું ગન કલ્ચર:
વર્ષ 2002થી 2021ની વચ્ચે અમેરિકામાં દર વર્ષે આતંકવાદી હુમલામાં સરેરાશ 31 લોકો માર્યા ગયા. જ્યારે ગન કલ્ચરના કારણે દર વર્ષે સરેરાશ 11,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. પરંતુ અમેરિકાએ આતંકવાદ સામે નિર્ણાયક લડાઈનું એલાન કર્યું પરંતુ ગન કલ્ચરને રોકવા માટે તેમણે કશું જ કર્યુ નહીં.
1. અમેરિકામાં 58 ટકા લોકોએ ક્યારેક ને ક્યારેક ગન ટેરરનો સામનો કર્યો છે.
2. ત્યાં દરરોજ 100 લોકો બંદૂકથી થનારી હિંસામાં માર્યા જાય છે.
3. 30 લાખ બાળકો દર મહિને શૂટિંગ કે ગન કલ્ચરથી સંઘર્ષ કરે છે.
4. 2018માં અમેરિકામાં માસ શૂટિંગની 28 મોટી ઘટનાઓ બની હતી.
5. અમેરિકાની કુલ વસ્તી 33 કરોડ છે, જ્યારે ત્યાંના લોકોની પાસે લગભગ 39 કરોડ બંદૂક છે.
6. ભારત આ મામલામાં 7 કરોડ બંદૂકની સાથે બીજા અને ચીન 5 કરોડ બંદૂકની સાથે ત્રીજા સ્થાને છે.
7. અમેરિકામાં 100 લોકો પાસે 120 બંદૂક છે. જ્યારે બીજા નંબરે યમન છે. જ્યાં દર વર્ષે 100 લોકો પર 52 બંદૂક છે.

બંધારણ જેટલું જૂનું ગન કલ્ચર:
અમેરિકાના ઈતિહાસમાં 5 જાન્યુઆરી 2016ની તારીખ મોટું મહત્વ રાખે છે. તે દિવસે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની આંખોમાં આંસુ હતા. અને તે આંસુઓનું કારણ હતું ગન કલ્ચર. અમેરિકામાં ગન કલ્ચરનો ઈતિહાસ તેટલું જ જૂનું છે જેટલો જૂનું અમેરિકાનું બંધારણ છે. વર્ષ 1791માં અમેરિકાના બંધારણમાં બીજું સંશોધન લાગુ થયું અને તે અંતર્ગત અમેરિકાના નાગરિકોને હથિયાર રાખવાનો અધિકાર આપવાાં આવ્યો હતો. પરંતુ આ અધિકારની એક કિંમત પણ હતી. અમેરિકામાં દાયકા સુધી ગન કલ્ચરના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ મોતનું ભારણ અમેરિકાની સંસદ પર સમયની સાથે વધતું ગયું. અમેરિકામાં અત્યારે 33 કરોડની વસ્તી સામે 39 કરોડ હથિયારો છે.

અરબો રૂપિયાનો કારોબાર:
2019ના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં 63,000 લાયસન્સ ગન ડીલર્સ છે. જેમણે અમેરિકાના નાગરિકોને 83,000 કરોડ રૂપિયાની બંદૂક વેચી હતી. તે ભારતના સ્વાસ્થ્ય બજેટ કરતાં પણ વધારે છે. અમેરિકા ભલે પોતાને દુનિયામાં લોકતંત્રનું ચેમ્પિયન ગણાવતું હોય પરંતુ હકીકત  એ છે કે તે બીજા દેશોમાં પોતાની સેનાઓ મોકલીને આતંક સામે યુદ્ધ પણ જીતી શક્યું નથી અને પોતાના દેશમાં બંદૂકના આતંકને પણ હરાવી શક્યું નથી.

અમેરિકન રાષ્ટ્રપતિઓનો બંદૂક પ્રેમ:
છેલ્લાં 230 વર્ષમાં અમેરિકાના ગન કલ્ચરને એટલા માટે ખતમ કરી શકાયું નથી. કેમ કે ત્યાંના પૂ્વ રાષ્ટ્રપતિ પોતે તેનાથી પ્રભાવિત હતા. અમેરિકાનો ઈતિહાસ અને ત્યાંથી આવતી તસવીરો દર્શાવે છે કે અમેરિકાના અનેક પૂર્વ રાષ્ટ્રપતિ ગન કલ્ચરથી પ્રભાવિત હતા. બંદૂકની સાથે તેમની અનેક તસવીરો પણ છે. જેમ કે પૂર્વ રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટને ગન સાથે તસવીર ખેંચાવવાનું બહુ પસંદ હતું. તે  વર્ષ 1901થી 1909 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ રહ્યા. તે જ રીતે ફ્રેન્કલીન ડી રુઝવેલ્ટ, જિમી કાર્ટર, જ્યોર્જ બુશ સિનિયર અને જ્યોર્જ ડબલ્યુ બુશની તસવીરો પણ તમે જોઈ શકો છો. આ બધા નેતાઓએ રાષ્ટ્રપતિ રહેતાં ગન કલ્ચરનું મહિમામંડન કર્યુ. તે પણ ત્યારે, જે સમયે અમેરિકાના ચાર પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાની પાછળ ક્યાંક ને ક્યાંક ગન કલ્ચર સૌથી મોટું કારણ હતું. અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને જેમ્સ એ.ગારફીલ્ડની હત્યા બંદૂકથી કરવામાં આવી હતી.

કયા દેશમાં લોકો કરતાં વધારે બંદૂક:
દેશ બંદૂક/100 લોકો
અમેરિકા 120.5
યમન 52.5
સર્બિયા 39.1
મોન્ટેગરો 39.1
ઉરુગ્વે 34.7
કેનેડા 34.7
સાઈપ્રસ 34.0
ફિનલેન્ડ 32.4
લેબેનોન 31.9
આઈસલેન્ડ 31.7

અમેરિકા દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં ગન કલ્ચરના કારણે લોકો માટે આત્મહત્યા કરવી ઘણી સરળ છે. 2019માં ત્યાં લગભગ 24,000 લોકોએ બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. અમેરિકામાં લોકો માટે ગન ખરીદવી મુશ્કેલ નથી. તેના માટે માત્ર ત્રણ વસ્તુ જોઈએ. પહેલી એ કે બંદૂક ખરીદવાની ઉંમર 21 વર્ષ કે તેનાથી વધારે હોય. બીજી શરત એ છે કે તેનો ગુનાહિત ઈતિહાસ ન હોવો જોઈએ અને ત્રીજી એ છે કે ગનને ખરીદનારો માનસિક રીતે બીમાર ન હોવો જોઈએ. તો વિચારો જ્યારે નિયમ જ આટલા સરળ છે તો પછી ગનનું આ કલ્ચર કેમ ના વધે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news